વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તમિલનાડુના મદુરાઈની મુલાકાત દરમિયાન રાજ્યને મોટી ભેટ આપી.તેમણે 4,400 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલા વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલા પીએમ મોદીનો આ પ્રવાસ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
મુખ્ય અંશો: શું છે પીએમ મોદીનું વિઝન?
વડાપ્રધાન મોદીએ જનસભાને સંબોધતા સ્પષ્ટ કર્યું હતું કે,, ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે તમિલનાડુનો વિકાસ અનિવાર્ય છે.તેમના સંબોધનના મુખ્ય મુદ્દાઓ આ મુજબ છે:
લક્ષ્ય ‘વિકસિત તમિલનાડુ‘: પીએમએ કહ્યું, “અમારું સામૂહિક લક્ષ્ય વિકસિત ભારત માટે વિકસિત તમિલનાડુ છે. રાષ્ટ્રના ભવિષ્યને આકાર આપવામાં તમિલનાડુ નિર્ણાયક ભૂમિકા ભજવશે.”
ઐતિહાસિક વારસાનું જતન: ‘આદિચનલ્લુર’ જેવા ઐતિહાસિક સ્થળોને વૈશ્વિક ધરોહર તરીકે વિકસાવવામાં આવશે. આ ઉપરાંત પુલિકટ લેક અને પોધિગઈ મલાઈ જેવા વિસ્તારોમાં ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન આપી રોજગારી વધારવામાં આવશે.
રેલવે કનેક્ટિવિટી: તમિલનાડુને 9 વંદે ભારત અને 9 અમૃત ભારત ટ્રેનોનો લાભ મળ્યો છે, જેના કોચ ચેન્નાઈની ICF માં જ તૈયાર થયા છે.
બજેટ 2026 અને બુલેટ ટ્રેનનો નવો રોડમેપ
વડાપ્રધાને જાહેરાત કરી હતી કે છેલ્લા દાયકાની તુલનામાં તમિલનાડુના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું ફંડિંગ ત્રણ ગણું વધારવામાં આવ્યું છે. આગામી સમય માટે તેમણે મોટી જાહેરાતો કરી:
-
બુલેટ ટ્રેન કોરિડોર: 2026ના બજેટમાં બેંગલુરુ-ચેન્નાઈ અને ચેન્નાઈ-હૈદરાબાદ બુલેટ ટ્રેન કોરિડોરનો પ્રસ્તાવ છે, જે આર્થિક રીતે ક્રાંતિ લાવશે.
-
હાઈવે પ્રોજેક્ટ્સ: મરકન્નમ-પુદુચેરી અને પરમાકુડી-રામનાથપુરમ સેક્શનને 4 લેન બનાવવાની આધારશિલા રાખવામાં આવી.
-
રેલવે સ્ટેશન: રાજ્યના 8 નવીનીકરણ કરાયેલા રેલવે સ્ટેશન જનતાને સમર્પિત કરવામાં આવ્યા.
Post Views: 0











