ખામેનીના મોત પર પાકિસ્તાન ભડકી ઉઠ્યું:..કરાચીમાં યુએસ એમ્બેસી નજીક હિંસક અથડામણમાં 10 લોકોના મોત, 30 ઘાયલ

પાકિસ્તાનના કરાચીમાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ..માઈ કોલાચી રોડ પર યુએસ કોન્સ્યુલેટ પાસે વિરોધ પ્રદર્શન હિંસક બન્યું. જેમાં વિરોધીઓ કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે અથડાયા.

વિરોધ પ્રદર્શનમાં દસ લોકો માર્યા ગયા….30થી વધુ ઘાયલ થયા છે.કરાચી પોલીસ ચીફ સર્જન સુમૈયા સૈયદે જણાવ્યું કે,પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચેની અથડામણ બાદ મૃતકોના મૃતદેહ કરાચી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.પોલીસ અધિકારીઓએ મૃત્યુઆંક અથવા મૃત્યુના કારણની સત્તાવાર પુષ્ટિ કરી નથી.અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિરોધીઓ વિખેરાઈ જાય તે પહેલાં માત્ર દૂતાવાસ કમ્પાઉન્ડના બાહ્ય વિસ્તાર સુધી પહોંચી શક્યા હતા.

મીડિયા અહેવાલો અનુસાર, પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસ અને લાઠીચાર્જનો ઉપયોગ કર્યો. ઘટના દરમિયાન 30 થી વધુ લોકો ઘાયલ થયા હતા..ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા કરાચીની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સિંધના ગૃહમંત્રી ઝિયાઉલ હસન લંજરે કરાચીના એડિશનલ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ આઝાદ ખાન પાસેથી વિગતવાર રિપોર્ટ મંગાવ્યો છે…વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. વિરોધીઓ દૂતાવાસ તરફ કૂચ કરી અને પ્રવેશવાનો પ્રયાસ કર્યો…પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ભીડને વિખેરી નાખી..જેમાં ઘણા લોકો ઘાયલ થયા.

ઉલ્લેખનીય છે કે શનિવારે તેહરાનમાં યુએસ-ઇઝરાયલી સંયુક્ત હવાઈ હુમલામાં ખામેનીના મૃત્યુ બાદ ગુસ્સો ફાટી નીકળ્યો હતો..1989માં આયાતુલ્લાહ રુહોલ્લાહ ખોમેનીના મૃત્યુ પછી ખામેની ઈરાનના સર્વોચ્ચ નેતા બન્યા અને ત્રણ દાયકાથી વધુ સમય સુધી દેશનું નેતૃત્વ કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE