કેરળ બાદ હવે દિલ્હીનું નામ બદલવાની તૈયારી? ભાજપ સાંસદની માંગ- ‘દિલ્હી નહીં, હવે કહો ઇન્દ્રપ્રસ્થ!’

કેન્દ્રની મોદી કેબિનેટ દ્વારા ૨૪ ફેબ્રુઆરીએ કેરળ રાજ્યનું નામ બદલીને ‘કેરલમ’ કરવાની મંજૂરી આપ્યા બાદ, હવે દિલ્હીના નામ પરિવર્તનને લઈને રાજકારણ ગરમાયું છે. ચાંદની ચોક બેઠકના ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે દિલ્હીનું નામ બદલીને ‘ઇન્દ્રપ્રસ્થ’ કરવાની માંગ કરી છે. આ અંગે તેમણે દિલ્હીના સીએમ રેખા ગુપ્તા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખીને રજૂઆત કરી છે.

ઐતિહાસિક પુરાવાઓનો આપ્યો આધાર

સાંસદ ખંડેલવાલે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ના રિપોર્ટને ટાંકીને દલીલ કરી છે કે:

પુરાણો કિલ્લો: ASI દ્વારા જૂના કિલ્લામાં કરવામાં આવેલા ઉત્ખનનમાં અંદાજે 1000 ઈસા પૂર્વેના પ્રાચીન વસવાટના પુરાવા મળ્યા છે.

મહાભારત કાળ: અહીંથી મળેલા અવશેષો ‘પેન્ટેડ ગ્રે વેયર’ (PGW) સંસ્કૃતિના છે, જે સીધા મહાભારત કાળ સાથે જોડાયેલા છે.

મૂળ ઓળખ: ખંડેલવાલના મતે ‘દિલ્હી’ નામ મધ્યકાલીન સમયમાં પ્રચલિત થયું હતું.પરંતુ આ શહેરની અસલી અને પ્રાચીન ઓળખ ‘ઇન્દ્રપ્રસ્થ’ છે.

પત્રમાં શું કરી માંગ?

નામ પરિવર્તન: દિલ્હી વિધાનસભામાં દિલ્હીનું નામ બદલીને ‘ઇન્દ્રપ્રસ્થ’ કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવે.

પાંડવોની પ્રતિમા:

દિલ્હીની પ્રાચીન સંસ્કૃતિને પુનર્જીવિત કરવા માટે જૂના કિલ્લા અથવા અન્ય કોઈ મહત્વના સ્થળે પાંડવોની ભવ્ય પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવે.સાંસદનું માનવું છે કે,, આ પગલાથી ભારતની રાજધાનીની ઐતિહાસિક અને સભ્યતાગત ઓળખ વિશ્વ સ્તરે ફરી સ્થાપિત થશે.

Leave a Comment

READ MORE

READ MORE