એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીનું મુંબઈ સ્થિત આલીશાન ઘર “એબોડ” જપ્ત કર્યું.મિલકતની કિંમત આશરે ₹3,716 કરોડ આંકવામાં આવી છે.મની લોન્ડરિંગની મોટી તપાસના ભાગ રૂપે અંબાણીનું સ્વપ્નસભર હવેલી હવે કાનૂની તપાસ હેઠળ આવી છે.
અનિલ અંબાણીની માલિકીનો આ બંગલો મુંબઈના સૌથી વૈભવી વિસ્તાર, પાલી હિલમાં સ્થિત છે. 66 મીટર ઉંચી આ હવેલીમાં 17 માળ છે અને તેને દેશના સૌથી મોંઘા રહેણાંક ઘરોમાંનું એક માનવામાં આવે છે. ED એ મિલકત જપ્ત કરવાનો કામચલાઉ આદેશ જારી કર્યો છે. બેંક છેતરપિંડીના કેસમાં લાંબી તપાસ બાદ કેન્દ્રીય એજન્સીએ આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કરવામાં આવી છે. આ કેસ તેમની ગ્રુપ કંપની, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) દ્વારા કરવામાં આવેલા કથિત બેંક છેતરપિંડી સાથે સંબંધિત છે.અનિલ અંબાણી ₹40,000 કરોડના બેંક છેતરપિંડીના કેસ માટે તપાસ હેઠળ છે.
Post Views: 85











