શિક્ષણપ્રધાન પ્રદ્યુમન વાજાને માઇનોર હાર્ટ એટેક..યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા

રાજ્યના શિક્ષણપ્રધાન પ્રદ્યુમન વાજાને માઇનોર હાર્ટ એટેક આવતા તાત્કાલિક અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર હદયમાં બ્લોકેજ હોવાનું સામે આવ્યું છે.

શિક્ષણ મંત્રી સાંજ સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જાહેર કાર્યક્રમમાં હતા.પરંતુ ત્યારબાદ તબિયત થોડી નરમ લાગતા તેઓ રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલ પહોંચ્યા હતાં.

જો કે તપાસ દરમિયાન હૃદયમાં બ્લોકેજ હોવાનું સામે આવતા તબીબો દ્વારા તાત્કાલિક સ્ટેન્ટ મૂકવામાં આવ્યું.હાલમાં મંત્રીની તબિયત સ્થિર અને સારી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE