રવિવારે નાઇજીરીયામાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો..અનેક લોકોને લઈ જતી એક ટ્રક અકસ્માતમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા હતા..અહેવાલ મુજબ મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
અધિકારીઓએ રવિવારે જણાવ્યું કે, ઉત્તર નાઇજીરીયામાં મુસાફરોને લઈ જતી એક ટ્રક બેદરકારીથી ચલાવવાને કારણે અકસ્માતમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
કાનો ગવર્નર ઓફિસના એક નિવેદન મુજબ, કાનોના ગેઝાવા સ્થાનિક સરકારી વિસ્તારમાં આવેલા ક્વાનર બાર્ડે શહેરમાં હાઇવે પર મુસાફરી કરતી વખતે ટ્રક નિયંત્રણ બહાર થઈ ગઈ.આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં માર્ગ અકસ્માતો વારંવાર થાય છે. જેનું કારણ ખરાબ રસ્તાની સ્થિતિ અને ટ્રાફિક કાયદાઓનું ઢીલું પાલન છે.
તાજેતરના અકસ્માતમાં સામેલ ટ્રક મુસાફરો અને માલસામાન લઈને કાનોના ગુજુંગુ શહેર તરફ જઈ રહ્યો હતો ત્યારે રવિવારે વહેલી સવારે અકસ્માત થયો. કાનોના ગવર્નર અબ્બા કબીર યુસુફના પ્રવક્તા સુનુસી બાતુરે દાવાકિન તોફા દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, ઘાયલોમાંથી ઘણા ગંભીર રીતે ઘાયલ છે અને તેમને વિવિધ હોસ્પિટલોમાં તબીબી સંભાળ મળી રહી છે.
Post Views: 178











