ગાંધીનગર: ગીયોડના આંગણે ગુંજ્યા મંગલ ફેરા: ૪૨ ગોળ આંજણા ચૌધરી સમાજ દ્વારા 9 દીકરીઓના લગ્ન સંપન્ન

સમાજમાં એકતા, સાદગી, સામાજિક પરંપરા જાળવવાના સાથે ૪૨ ગોળ આંજણા ચૌધરી સમાજ, ગાંધીનગર દ્વારા પાંચમા ભવ્ય સમૂહલગ્ન મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ માંગલિક પ્રસંગે ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લામાં વસતા ચૌધરી સમાજની ૯ નવવધૂઓએ પ્રભુતામાં પગલાં પાડી નૂતન જીવનની શરૂઆત કરી હતી.

​આ પ્રસંગે ચૌધરી સમાજના અગ્રણીઓ, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ભવ્ય જાન આગમન અને સામૈયા સાથે કરવામાં આવી હતી. શાસ્ત્રોક્ત વિધિ દ્વારા નવેય નવદંપતીઓએ અગ્નિની સાક્ષીએ ફેરા ફરી લગ્નગ્રંથિથી જોડાયા હતા.

સમાજના ભગીરથ સેવાકાર્યમાં જે જે દાતાઓએ ઉદાર હાથે ફાળો આપ્યો હતો..તેમજ સમુહલગ્નમાં જોડાનાર દિકરીઓને ભેટ-સોગાદ આપી હતી.તેમનું સમાજ દ્વારા મોમેન્ટો, શાલ અને ગુલદસ્તો આપી સન્માન કરવામાં આવ્યું હતું.નવદંપતીઓને ભવિષ્યમાં ઉપયોગી થાય તેવી આશરે 2 લાખ રૂપિયા જેટલી કિંમતની વિવિધ કરિયાવરની વસ્તુઓ દાતાઓ દ્વારા અર્પણ કરવામાં આવી હતી.

​ સમુહલગ્ન પ્રસંગે પધારેલા આંજણા મહાસભાના કન્વિનર રેખાબેન ચૌધરીએ સમુહલગ્નનુ મહત્વ સમજાવતા કહ્યું હતું કે “સમૂહલગ્ન એ સમયની માંગ છે.આનાથી ખોટા ખર્ચાઓ અટકે છે અને સમાજમાં સંગઠન શક્તિ વધે છે. લગ્નના ખોટા ખર્ચ કરવાને બદલે કરકસરથી લગ્ન કરી બચેલા રૂપિયાથી દિકરુઓને ઉચ્ચ શિક્ષણ આપવું જોઈએ, જેથી સમાજમાં કુરિવાજો ધીમે ધીમે દુર થશે.”

‘એક માંડવો- એક સમાજ ‘ ઉક્તિને સાર્થક કરનાર સમુહલગ્નમાં 9 દિકરીઓને આશીર્વાદ આપવા માટે પધારેલ આશરે 8 હજાર જેટલા ભાઈઓ  બહેનો હાજર રહ્યા હતા તથા પધારેલ તમામ મહેમાનો માટે સુંદર ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી.. જેમાં તમામ સ્વયંસેવકો એ ખુબ જ મહેનત કરી આ આયોજનને સફળ બનાવ્યું હતું.તેમજ ભાઈબહેનોએ આ આયોજનને વધાવીને આયોજક કમિટીના સભ્યોને અભિનંદન આપ્યા હતા.

અહેવાલ : કલ્પેશ ચૌધરી

Leave a Comment

READ MORE

READ MORE