બગદાણાના નવનીત બાલધિયા પર હુમલાના ચર્ચિત પ્રકરણમાં જેલવાસ ભોગવી રહેલા જયરાજસિંહ આહીર અને અન્ય આરોપીઓ અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેલ પ્રશાસન દ્વારા વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી જયરાજ આહીરને નવી બેરેક ફાળવવામાં આવી છે, સાથે જ કોર્ટ દ્વારા તેમને મોટી રાહત પણ મળી છે.
ઓબ્ઝર્વેશન બાદ 11 નંબરની બેરેકમાં ટ્રાન્સફર
ગત 25 જાન્યુઆરીના રોજ જેલના સળિયા પાછળ ધકેલાયેલા જયરાજ આહીરને જેલના નિયમ મુજબ શરૂઆતમાં ‘આફ્ટર બેરેક’ (ઓબ્ઝર્વેશન બેરેક) માં રાખવામાં આવ્યા હતા. જેલ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, 27 જાન્યુઆરીએ તેમને 11 નંબરની બેરેકમાં ખસેડવામાં આવ્યા છે.
6 દિવસ બાદ નસીબ થશે ઘરનું ભોજન
જયરાજ આહીરના પરિવાર દ્વારા જેલમાં ઘરનું ભોજન (ટીફિન) અને પોતાના પથરાણા (બિસ્ત્રા) વાપરવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
અરજી મંજૂર: 28 જાન્યુઆરીના રોજ આ અરજી મંજૂર થતા હવે જયરાજ આહીરને જેલના ભોજનને બદલે ઘરનું સાત્વિક ભોજન મળી શકશે.
સતત 6 દિવસ સુધી જેલનું ભોજન લીધા બાદ હવે તેમને આ સુવિધા પ્રાપ્ત થઈ છે.
જામીન અરજી પર કોર્ટની કાર્યવાહી
નવનીત બાલધિયા પર હુમલાના કેસમાં કુલ 14 આરોપીઓ હાલ જેલમાં છે. આ પૈકીના 8 આરોપીઓએ મહુવા કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી છે, જ્યારે બગદાણાના એક શખ્સે આગોતરા જામીન માટે દાદ માંગી છે.
રેગ્યુલર જામીન માંગનાર આરોપીઓની યાદી:
-
રાજુ દેવાયતભાઇ ભમ્મર
-
વિરૂ મધુભાઇ સયડા
-
આતુ ઓધડભાઇ ભમ્મર
-
ભાવેશ ભગવાનભાઇ છેલાણા
-
વિરેન્દ્ર જેરામભાઇ પરમાર
-
પંકજ માવજીભાઇ મેર
-
સની ઉર્ફે સતીષ વિજયભાઇ વનાલિયા
-
ઉત્તમ ભરતભાઇ બાંભણીયા
હવે નજર 2 ફેબ્રુઆરી પર
મહુવા કોર્ટે તમામ 8 આરોપીઓની રેગ્યુલર જામીન અરજી અને એક આરોપીની આગોતરા જામીન અરજી પર સુનાવણી મુલતવી રાખી છે. હવે આ મામલે 2 ફેબ્રુઆરીના રોજ આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે, જેમાં નક્કી થશે કે આરોપીઓને જેલવાસ ચાલુ રહેશે કે જામીન મુક્ત થશે.
Post Views: 121











