બદલાતી ઋતુમાં બીમારીઓથી બચવા માટે અપનાવો આ ટિપ્સ: નિષ્ણાતોએ આપી ખાસ સલાહ

હાલમાં દેશભરમાં હવામાનનો મિજાજ બદલાઈ રહ્યો છે.ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક ઠંડી-ગરમીની મિશ્ર ઋતુને કારણે લોકો ઝડપથી બીમારીનો શિકાર બની રહ્યા છે..આ બદલાતા તાપમાનની સીધી અસર આપણી રોગપ્રતિકારક શક્તિ (Immunity) પર પડે છે.

સાવચેત રહેવા માટે કેટલીક મહત્વની સૂચના

તાપમાનમાં અચાનક આવતા ફેરફારથી શરદી, ઉધરસ અને તાવ જેવી સમસ્યાઓ સામાન્ય બને છે.જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી હોય, તો વર્તમાન સમયમાં ફરી વધી રહેલા COVID-19 ના કેસમાં ચેપ લાગવાનું જોખમ વધી જાય છે.

રક્ષણ માટેના મહત્વના ઉપાયો:

ખાનપાનમાં સાવધાની:  બહારનો ખોરાક અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ટાળો.

બહારના પાણીમાં બેક્ટેરિયા હોવાની શક્યતા વધુ હોય છે. તેથી ઘરે બનાવેલો તાજો ખોરાક અને શુદ્ધ પાણી જ લો.

શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે પૂરતા પ્રમાણમાં પ્રવાહી લો.

ઠંડી ચીજવસ્તુઓથી દૂર રહો: બદલાતા વાતાવરણમાં આઈસ્ક્રીમ કે ઠંડા પીણાં લેવાને બદલે ગરમ સૂપ કે પૌષ્ટિક ગરમ ખોરાક પસંદ કરો.

DISCLAIMER : અહીં આપેલી માહીતીએ પ્રાથમિક માહિતી છે..જો તમને કોઇ બિમારી હોય તો તમે નિષ્ણાંત ડોક્ટરની સલાહ લો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE