બાગાયત વિભાગની વિવિધ યોજનાઓના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ

ખેડૂતબંધુઓ ફળ પાકોના વાવતેર માટે તા.૧૫ ઓગસ્ટ સુધી અરજી કરી શકશે

રાજકોટ તા. ૧૬ જુલાઈ – ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૪-‘૨૫ માટે ફળ પાકોનું વાવેતર કરવા માંગતા ખેડુતો માટે વિવિધ યોજનાઓની સહાય મેળવવા તા. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૪ સુધી આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આ યોજનાઓનો લાભ લેવા માટે http://ikhedut.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે, આઇ-ખેડૂત પોર્ટલ પર આંબા, જામફળ, કેળ (ટીસ્યુ), ટીસ્યુકલ્ચર ખારેક, નાળીયેરી, કમલમ ફળ (ડ્રેગન ફ્રુટ), દ્રાક્ષ, કિવિ, દાડમ, લીંબુ, પપૈયા, સરગવા વગેરે તેમજ કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળ પાકો, પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય (વનબંધુ) માટે અરજી કરી શકાશે. વધુ માહિતી માટે જિલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીનો સંપર્ક કરી શકાશે, તેમ સંયુક્ત બાગાયત નિયામકશ્રીની કચેરીની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE