પડધરી તાલુકા સહકારી માર્કેટીંગ અને પ્રોસેસીંગ મંડળી લીમીટેડની ૧૧ બેઠકોની ચૂંટણીને અનુલક્ષીને જાહેરનામું પ્રસિદ્ધ

રાજકોટ તા. ૧૬ જુલાઈ – પડધરી તાલુકા સહકારી માર્કેટીંગ અને પ્રોસેસીંગ મંડળી લીમીટેડની સહકારી મંડળીના વ્યવસ્થાપક સમિતિના ૯ મંડળીગત સભ્યો અને ૨ વ્યકિતગત સભ્યો મળીને કુલ ૧૧ બેઠકોની ચૂંટણી થવાની છે. જેને અનુલક્ષીને રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારીશ્રી વિમલકીર્તિ ચક્રવર્તીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
આ જાહેરનામાં મુજબ આ ચૂંટણી માટે તા. ૨૪ જુલાઈ સુધી સવારે ૧૧ કલાકથી બપોરે ૩ કલાક દરમિયાન ઉમેદવારી પત્રો મેળવી શકાશે. ઉમેદવારી પત્રો તૈયાર કરવા માટેની છેલ્લી તા. ૨૪ના રોજ બપોરે ૩ કલાક સુધી રહેશે. તા. ૨૪ સુધી દરરોજ બપોરે ૩ કલાક સુધી મળેલા ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. તા. ૨૫ના રોજ સવારે ૧૧ કલાકથી ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. તા. ૨૬ના રોજ માન્ય ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. તા. ૨૯ના રોજ સવારે ૧૧ કલાકથી બપોરે ૩ કલાક સુધી ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. તા. ૩૦ના રોજ બપોરે ૧૨ કલાકે હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
આ ઉપરાંત, મતદાન જરૂરી હોય તો તા. ૯ ઓગસ્ટના રોજ સવારે ૯ કલાકથી બપોરે ૨ કલાક સુધી મતદાન કરવામાં આવશે. ત્યારબાદ બપોરે ૩ કલાકથી મતગણતરી કરવામાં આવશે. મતગણતરી પૂર્ણ થયા બાદ તુરંત મતદાનનું પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીની આ તમામ કામગીરી જાહેર રજાના દિવસો સિવાય પ્રાંત અધિકારીશ્રીની કચેરી, રાજકોટ ગ્રામ્ય, જૂની કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ ખાતે કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE