તાળા ખોલાવવા માટે જમીનને બિનખેતીમાં પરીવર્તીત કરી

એક પાર્ટી પ્લોટ ધારકે કબૂલ્યું કે, તાળા ખોલાવવા માટે જમીનને બિનખેતીમાં પરીવર્તીત કરી, લે આઉટ- પ્લાન પાસ કરાવી અને ફાયર NOC મેળવવી જરૂરી

ભારત હેડલાઈન, તા.૯ રાજકોટ અગ્નિકાંડનો રેલો હવે પાર્ટી પ્લોટ ધારકોને આવ્યો છે. ખોખડદળ ગામે ચાલતા ગેરકાયદે ચાલતા ડઝનેકથી વધુ પાર્ટી પ્લોટને તંત્રએ તાળા મારી દેતા દેકારો બોલી ગયો છે. ખોખડદળ ગામે આવેલા, ફ્લોરન્સ, નિર્વાણ, રંગમહેલ, શ્રીજી, સેલિબ્રેશન, ગ્રીન એપલ, ધ શુભ, આર.કે.સહિતના પાર્ટી પ્લોટને રૂડાના ફાયર વિભાગે એનઓસી બાબતે સીલ મારી દીધા છે. જ્યારે શ્રી, રોકડીયા ગ્રીન ફાર્મ અને રૂ। પાર્ટી પ્લોટ ધારકોએ સ્વૈચ્છિક રીતે બંધ કરી દીધા છે. ખોખડદળ ગામે ડઝનથી વધુ ગેરકાયદે રીતે પાર્ટી પ્લોટો ચાલી રહ્યાહ તા. ત્યારે સવાલ એ થાય કે, ડઝનથી વધુ ગેરકાયદે પાર્ટી પ્લોટ ખડકાઈ ગયા ત્યાં સુધી શું તંત્રને ખ્યાલ નહીં હોય…? એક પાર્ટી પ્લોટ ધારકે જણાવ્યું હતું કે, તંત્ર સીલ મારી ગયું છે જ્યારે હવે તે ઓલાવવા માટે ખેતીની જમીનને બિનખેતીમાં પરીવર્તીત કરી, લે આઉટ- પ્લાન પાસ કરાવી અને ફાયર એનઓસી મેળવ્યા બાદ જ પાર્ટી પ્લોટ ખુલશે. તેનો મતલબ એવો થયો કે, મોટાભાગના પાર્ટી પ્લોટ ખેતીની જમીન પર ધમધમી રહ્યા હતા તેવું સાબિત થયું છે અગાઉ પણ ભારત હેડલાઈને આવા ગેરકાયદે ચાલતા પાર્ટી પ્લોટ વિશે જે અહેવાલ છાપ્યો હતો તે હવે સત્ય સાબિત થયો છે.

આવા અનેક ગેરકાયદે બાંધકામનો આગામી સમયમાં પણ પર્દાફાશ થશે..જોતા રહો ભારત હેડલાઈન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE