પ્રગટ ટ્રસ્ટ દ્વારા સાડી અને ચોપડાનું કરાયું વિતરણ

દાતાઓના સહકારથી પ્રગટ ચેરીટેબટલ ટ્રસ્ટ દ્વારા ગંગા સ્વરૂપ માતાઓને નિઃશુલ્ક સાડી અને જરૂરતમંદ વિદ્યાર્થીઓને ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરાયુ હતુ. તેમજ ખીચડી કેન્દ્રમાં દર મહિનાની માફક ખીચડીનું વિતરણ પણ કરાયુ હતુ. આ પ્રસંગે પૂર્વ ડે. મેયર માવજીભાઇ ડોડીયા, પરફેકટ સૌરાષ્ટ્રના હિરેનભાઇ હાપલીયા, વિપુલભાઇ રાઠોડ, સોફટકોમ વાળા મહેશભાઇ તન્ના, રાઠોડ મશીન ટુલ્સવાળા અશોકભાઇ રાઠોડ, વિશ્વ હિન્દુ પરીષદ બજરંગદળના મનોજભાઇ ડોડીયા, સીવીલ હોસ્પિટલ વાળા રાજુભાઇ ઉમરાણીયા, પંકજભાઇ તાવિયા, દિલીપભાઇ દવે, જયોત્સનાબેન ધ્રાંગધરીયા, અનસુયાબેન ચૌહાણ વગેરે ઉપસ્થિત રહેલ હતા. મહેમાનોના હસ્તે આ વિતરણ કરાયુ હતુ. આ માનવ સેવા કાર્યોમાં સંસ્થાના જગદીશભાઇ ભટ્ટની આગેવાની હેઠળ જયમીલ પંડયા, દેવાંગ ભટ્ટ, પરેશ ગોહેલ, ચિંતન રાચ્છ, બીપીન ગોહેલ, કશ્યપ ભટ્ટ, ધર્મેશ રાઠોડ, જયેશ માવાણી, પંકજ ભટ્ટ, બચુભાઇ માખેલા, રાજેશ ટાંક, બકુલભાઇ સરવૈયા, જયાબેન વાઘેલા, કીર્તીબેન પાનસુરીયા વગેરે સાથે જોડાયા હતા.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog

Leave a Comment

READ MORE

READ MORE