બાલભવનમાં રમત ગમત સ્પર્ધા સંપન્ન

બાલભવન ખાતે દર શનિવારે અવનવા કાર્યક્રમ યોજવામાં આવે છે. તે અંતર્ગત તાજતેરમાં રમત ગમત સ્પર્ધા ગોઠવવામાં આવી હતી. ૫ થી ૧૦ વર્ષના એ ગ્રુપમાં સંગીત ખુરશી સ્પર્ધામાં અસદઅલી રાઉન્ડમા પ્રથમ, સ્વરા કેસુરીયા દ્વીતીય, બ્રીજેશ જોષી તૃતીય, શ્લોક મહેતા ચતુર્થ, નીવ રાઠોડ પાંચમાં ક્રમાંકે વિજેતા બનેલ હતા. આ વય ગ્રુપની ટાર્ગેટ બોલ સ્પર્ધામાં મહેતાશ લાખાણી પ્રથમ, બ્રીજેશ જોષી દ્વીતીય, પંશુલ ચાવડા તૃતિય, ક્રિપા પટેલ ચતુર્થ, યાના રાઠોડ પાંચમાં ક્રમાંકે વિજેતા બનેલ હતા. જયારે ૧૧ થી ૧૬ વર્ષની વયના બી ગ્રુપમાં પોટેટો સ્પર્ધામાં મીત મર્થક પ્રથમ, ભૂમિ ગઢીયા દ્વીતીય, વિવેક દસાણી તૃતિય અને પાસીંગ બોલ સ્પર્ધામાં મીસરી સેજપાલ પ્રથમ, ભૂમિ ગઢીયા દ્વીતીય, વિવેક દસાણી તૃતીય વિજેતા બનેલ. બોમ્બ ફુટયો સ્પર્ધામાં કશ્યપ કોંઢીયા પ્રથમ, મીર પાબારી દ્વીતીય, ધ્યાન દાવડા તૃતીય ક્રમાંકે વિજેતા બનેલ. તમામ વિજેતા બાળકોને ઇનામ તથા સર્ટીફીકેટ આપી સન્માનીત કરાયા હતા. ભાગ લેનાર બાળકોના વાલીઓએ સંસ્થાના ટ્રસ્ટી મનસુખભાઇ જોષી અને ઓફીસ સુપ્રિન્ટેન્ડેન્ટ કિરીટભાઇ વ્યાસ તથા બાલભવન પરિવારનો આભાર માન્યો હતો. કાર્યક્રમનું સંચાલન ધર્મેન્દ્ર પંડયાએ કર્યુ હતુ.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE