દિલ્હી પોલીસની સાયબર ઠગો પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’: 113ની ધરપકડ, 22 કરોડની ઠગાઇનો પર્દાફાશ

દેશની રાજધાનીમાં સાયબર અપરાધ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા દિલ્હી પોલીસે ઓપરેશન Cy-Hawk-04’ હેઠળ અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન ચલાવ્યું છે. સાઉથ-વેસ્ટ જિલ્લાની સાયબર ટીમે આ ઓપરેશન દરમિયાન 113 સાયબર ઠગોની ધરપકડ કરી છે અને કુલ 57 જેટલા ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. પોલીસ તપાસમાં અંદાજે 22 કરોડ રૂપિયાની ઠગી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

તપાસમાં મળ્યા મહત્વના પુરાવા

તપાસ દરમિયાન પોલીસે 303 જેટલી NCRP ફરિયાદોને મ્યૂલ એકાઉન્ટ્સ (ભાડે રાખેલા ખાતા) અને મોબાઈલ નેટવર્ક સાથે જોડીને ઠગીના આખા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આશરે 17 લાખ રૂપિયા સમયસર ફ્રીઝ પણ કરાવી દીધા છે.

જપ્ત કરવામાં આવેલી વસ્તુઓ:

  • રોકડ: ₹47.79 લાખ રોકડા

  • મોબાઈલ અને ગેજેટ્સ: 85 મોબાઈલ ફોન અને 6 લેપટોપ

  • બેંકિંગ સામગ્રી: 135 નકલી સિમ કાર્ડ, 42 ડેબિટ કાર્ડ અને 11 પાસબુક

  • વાહન: એક લક્ઝરી કાર

NRI લોકોને સસ્તી એર ટિકિટની લાલચ આપી છેતરતા

તપાસમાં એક આંતરરાજ્ય ગેંગનો પણ પર્દાફાશ થયો છે જે દિલ્હી, ગોવા અને મુંબઈમાં સક્રિય હતી. આ ગેંગ વિદેશમાં રહેતા ભારતીયો (NRI) ને સસ્તી એર ટિકિટનું બહાનું આપીને લૂંટતી હતી. આ કેસમાં માસ્ટરમાઈન્ડ મૃદુલ જોશી સહિત 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક પીડિત સાથે 3.8 લાખની ઠગી કરવામાં આવી હતી, જ્યારે આરોપીઓ પાસેથી 47 લાખ રોકડા મળી આવ્યા છે.

પાકિસ્તાન-બાંગ્લાદેશ કનેક્શન અને લોન એપનું કૌભાંડ

પોલીસે નકલી લોન એપ દ્વારા છેતરપિંડી કરતા એક આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પણ ખુલાસો કર્યો છે. આ ગેંગ પાકિસ્તાન અને બાંગ્લાદેશના વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરતી હતી. આ લોકો પહેલા લોન આપતા અને પછી લોકોને બ્લેકમેલ કરતા હતા. ઠગીની રકમ મ્યૂલ એકાઉન્ટ્સ દ્વારા ક્રિપ્ટોકરન્સીમાં બદલી દેવામાં આવતી હતી.આ સમગ્ર ઓપરેશન દરમિયાન દિલ્હી પોલીસે 488 લોકોની પૂછપરછ કરી છે અને 23 નવા કેસ દાખલ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE