રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંત પ્રેમાનંદ મહારાજ સાથે કરી મુલાકાત; આધ્યાત્મિકતા અને જનકલ્યાણ પર થઈ ગહન ચર્ચા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંત પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત કરી હતી.. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 19 માર્ચ 2026 થી 21 માર્ચ 2026 સુધી ઉત્તર પ્રદેશના ત્રણ દિવસીય બ્રજ પ્રવાસે છે.તેમના આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રેમ મંદિર અને ઇસ્કોનમાં દર્શન-પૂજા, સંત પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત, ગિરિરાજ જીની પરિક્રમા અને રામકૃષ્ણ મિશનમાં કેન્સર બ્લોકનું ઉદ્ઘાટન કરવાનો છે.મીડિયા અહેવાલો અનુસાર, બ્રજ પ્રવાસના બીજા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વૃંદાવનમાં સંત પ્રેમાનંદજી મહારાજ સાથે મુલાકાત કરી હતી.

રાષ્ટ્રપતિનું ભવ્ય સ્વાગત

આશ્રમ પહોંચતા જ પ્રેમાનંદ મહારાજે ‘રાધે-રાધે’ કહીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સ્વાગત કર્યું હતું..ત્યારબાદ તેમના શિષ્યોએ તેમને દુપટ્ટો અને માળા પહેરાવી હતી. સાથે જ પ્રસાદ પણ ભેટમાં આપ્યો હતો..ઉલ્લેખનીય છે કે,આ દરમિયાન રાષ્ટ્રપતિનો પરિવાર પણ તેમની સાથે હાજર હતો.

આશરે 27 મિનિટ સુધી ચાલી વાતચીત

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાધા કેલી કુંજ આશ્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રેમાનંદ મહારાજ વચ્ચે લગભગ 27 મિનિટ સુધી વાતચીત થઈ હતી. આ દરમિયાન બંનેએ આધ્યાત્મિકતા, સેવા અને જનકલ્યાણ જેવા વિષયો પર ચર્ચા કરી હતી. સાથે જ પ્રેમાનંદ મહારાજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને દેવી-દેવતાઓના નામ જપનું મહત્વ સમજાવતા કહ્યું કે, ‘આ જ મનુષ્યના જીવનના ઉદ્ધારનો સૌથી સરળ માર્ગ છે.

સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના પ્રવાસને ધ્યાનમાં રાખીને સમગ્ર વૃંદાવનમાં સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે.એક તરફ મુખ્ય સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે, તો બીજી તરફ વહીવટીતંત્ર અને પોલીસ પણ સંપૂર્ણ સતર્ક છે. આ ઉપરાંત, વાંદરાઓથી સુરક્ષા માટે ખાસ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે..ખરેખર, વૃંદાવનમાં વાંદરાઓને કારણે પ્રવાસીઓને ઘણી મુશ્કેલી પડે છે.. કેટલાક વાંદરાઓ લોકોના ચશ્મા લઈને ભાગી જાય છે.. તો કેટલાક પર્સ છીનવી લે છે.

અગાઉ પણ કરી ચુક્યા છે વૃંદાવનની મુલાકાત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો આ બીજો વૃંદાવન પ્રવાસ છે. આ પહેલા તેઓ 25 સપ્ટેમ્બર 2025 ના રોજ વૃંદાવન ગયા હતા..જે દરમિયાન રાષ્ટ્રપતિએ નિધિવન અને બાંકે બિહારી મંદિરમાં પૂજા કરી હતી…સાથે જ મથુરામાં શ્રી કૃષ્ણ જન્મસ્થાન પર આવેલા મંદિરોના દર્શન કર્યા હતા..જોકે, તે સમયે તેમની સાથે તેમનો પરિવાર નહોતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE