ઈરાન-ઇઝરાયેલ યુદ્ધનો મોટો ફટકો: રાજકોટમાં ગેસના બાટલા ખૂટ્યા, વડોદરાના ઉદ્યોગો ઠપ અને દૂધસાગર ડેરીમાં પાવડર પ્લાન્ટ બંધ થવાની ભીતિ!

મધ્ય પૂર્વના દેશોમાં વધી રહેલા તણાવ અને ઈરાન-ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધની સીધી અસર હવે ગુજરાતના ઉદ્યોગજગત અને સામાન્ય જનજીવન પર જોવા મળી રહી છે.ખાસ કરીને ગેસ સપ્લાય ચેન ખોરવાતા રાજ્યભરમાં કોમર્શિયલ અને પ્રોપેન ગેસની ભારે અછત સર્જાઈ છે.

રાજકોટ અને વડોદરા: ખાણીપીણી ઉદ્યોગ મુશ્કેલીમાં

  • રાજકોટ અને વડોદરામાં કોમર્શિયલ ગેસના બાટલા મળતા બંધ થતા હોટલો, કેટરિંગ અને ફરસાણના ઉદ્યોગો સંકટમાં છે.રાજકોટમાં ખાણીપીણીના ધંધાર્થીઓને ગેસ ન મળવાની જાણ થતા ફફડાટ ફેલાયો છે.વડોદરા શહેરમાં 36 જેટલા ગોડાઉનમાં ગેસનો જથ્થો ખૂટી પડ્યો છે.અગાઉ જ્યાં દરરોજ બે ગાડી ગેસ આવતો હતો, ત્યાં હવે માત્ર એક જ ગાડી ઉપલબ્ધ છે.

મહેસાણા: દૂધસાગર ડેરીના 2 પ્લાન્ટ બંધ થવાની ભીતિ

ગેસ પુરવઠામાં ૪૦ ટકાનો કાપ મુકાતા મહેસાણાની દૂધસાગર ડેરી મુશ્કેલીમાં મુકાઈ છે.ડેરીના ૨ પાવડર પ્લાન્ટ બંધ કરવા પડે તેવી સ્થિતિ છે, જેનાથી મિલ્ક પાવડરનું દૈનિક ઉત્પાદન ૨૦૦ ટનથી ઘટીને ૧૫૦ ટન થઈ શકે છે.ચેરમેન અશોક ચૌધરીએ કહ્યું કે,,દૂધ પ્રોસેસિંગ ચાલુ રાખવા માટે ફર્નેસ ઓઈલ અને સોલિડ ફ્યુઅલ આધારિત બોઈલરની તૈયારીઓ કરાઈ છે..જેથી પશુપાલકોનું દૂધ લેવામાં કોઈ સમસ્યા નહીં આવે.

મોરબી: સિરામિક ઉદ્યોગ પર પ્રહાર

મોરબીનો વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ ‘પ્રોપેન ગેસ’ પર નિર્ભર છે. ગેસની અછતને કારણે અનેક યુનિટોની કામગીરી પર અસર પડી છે, જે આર્થિક નુકસાન તરફ દોરી શકે છે.

હોર્મુઝની સામુદ્રધુની (Hormuz Route) સીઝ થતા આયાત ઠપ

નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, ઈરાન દ્વારા ‘હોર્મુઝ રૂટ’ સીઝ કરવામાં આવતા ગેસની આયાત-નિકાસ પર માઠી અસર પડી છે. ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL) દ્વારા ગેસ એજન્સીઓને ઈમેલ મારફતે જાણ કરવામાં આવી છે કે, પુરવઠો મર્યાદિત હોવાથી હાલમાં કોમર્શિયલ રાંધણ ગેસના નવા બાટલા આપવા મુશ્કેલ છે.

ગલ્ફ દેશોમાં યુદ્ધની સ્થિતિ જો લાંબી ખેંચાશે, તો ગુજરાતના ઉદ્યોગોમાં ઉત્પાદન ખર્ચ વધશે અને સ્થાનિક બજારમાં મોંઘવારી વધવાની પણ પૂરેપૂરી શક્યતા છે. માત્ર કોમર્શિયલ જ નહીં, પણ ઘરેલું ગેસના પુરવઠામાં પણ ઘટાડો થવાના એંધાણ મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE