મેઘાલયની કોલસાની ખાણમાં મોતનું તાંડવ: વિસ્ફોટમાં 16 જિંદગીઓ હોમાઈ, કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક સહાયની ઘોષણા.

મેઘાલયના પૂર્વ જયંતિયા હિલ્સ જિલ્લામાં ગુરુવારે ગેરકાયદેસર કોલસાની ખાણમાં ડાયનામાઈટ વિસ્ફોટમાં સોળ લોકોના મોત થયા હતા.એક વ્યક્તિ ઘાયલ પણ થયો હતો.સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ,કોલસાની ખાણ જિલ્લાના મિસિંગેટ-થાંગસ્કો વિસ્તારમાં આવેલી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને 2 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી.

પોલીસે શું કહ્યું?

પૂર્વ જયંતિયા હિલ્સના પોલીસ અધિક્ષક વિકાસ કુમારે જણાવ્યું કે, દૂરના વિસ્તારમાં આવેલી ખાણમાંથી ચાર મૃતદેહ મળી આવ્યા છે.એક વ્યક્તિને દાઝી જવાથી સારવાર માટે શિલોંગ મોકલવામાં આવ્યો છે.

આ ઘટના અંગે અધિકારીઓએ શું કહ્યું?

અધિકારીઓએ જણાવ્યું કે,રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ અને ફાયર અને કટોકટી સેવાઓની ટીમો ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.

તેમણે કહ્યું કે,મૃત્યુઆંક વધવાની શક્યતા છે.

ઘટનાસ્થળેથી મળેલી માહિતી અનુસાર વિસ્ફોટ પછી ગેરકાયદેસર ખાણકામ ચાલી રહ્યું હતું..તે ટેકરીનો એક ભાગ તૂટી પડ્યો હતો..જેના કારણે વધુ ખાણિયાઓ ફસાયા હોવાની આશંકા છે.પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી.

ડિસેમ્બર 2025માં વિસ્ફોટ થયો હતો.

આ ઘટના એવા સમયે બની છે જ્યારે જિલ્લામાં ગેરકાયદેસર કોલસા ખાણકામ અંગે ચિંતાઓ છે.ગયા વર્ષે 23 ડિસેમ્બરે થાંગસ્કો વિસ્તારમાં ડાયનામાઈટ વિસ્ફોટ થયો હતો. જેમાં બે ખાણિયાઓના મોત થયા હતા.

પ્રધાનમંત્રી મોદીએ આ ઘટના વિશે શું કહ્યું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલસા ખાણ વિસ્ફોટ પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે મૃતકોના પરિવારજનો માટે ₹2 લાખની સહાયની જાહેરાત કરી.પ્રધાનમંત્રી કાર્યાલયે પીએમ મોદીને ટાંકીને કહ્યું કે,”મેઘાલયના પૂર્વ જયંતિયા હિલ્સમાં થયેલા અકસ્માતથી હું દુઃખી છું.જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.”પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.જ્યારે ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE