ગોપાલ ચોકનું લેન્ડ સ્કેમ થશે અનલોક

મોબાઈલ ટાવરને મંજૂરીથી લઈ બિલ્ડરોને FSI છૂટછાટની લ્હાણી!

ભૂમાફિયાઓ અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતમાં દાળમાં કાળું નહીં પરંતુ આખી દાળ જ કાળી હોવાનો ઘસ્ફોટ

ટી.પી. ૪, એફ.પી. નં. ૫૧૩માં તુલસીબાગ રોડ આંગણવાડી ઘટક-૨ના પ્લોટમાં એકપણ પ્રકારની તપાસ વગર મોબાઈલ ટાવરને મંજૂરી કોણે આપી?

2015માં રિલાયન્સ અને 2017માં ઈન્ડસ દ્વારા મંજૂરી માગવામાં આવેલી અને પછી સ્થાનિકની સહમતિ વિના જ ઉભો કરાયો જોખમી મોબાઈલ ટાવર

જગ્યામાં ટી.પી. ફાઈનલ થઈ, સ્થળ નિશાન પણ બરાબર છતાં બાજુના પ્લોટને આંગણવાડીનો પ્લોટ ગણી મંજૂરી કઈ રીતે અપાઈ?

મંજૂરી અપાઈ ત્યારે બાજુનો પ્લોટ પાલિકાની માલિકીનો હતો, બાદમાં ખાનગી થઈ ગયો અને પછી દબાણ ગણીને પાલિકામાં કાર્યવાહી થઈ?

પાલિકાએ બાજુના પ્લોટનું દબાણ ગણીને વધારાની FSI કઈ રીતે મંજૂર કરી? ક્યાં પદાધિકારીનું હિત જોવામાં આવ્યું અને ક્યાં રાજકારણીનો આદેશ અનુસરાયો?

બે-બે મોબાઈલ કંપનીના ટાવરને અડીને માત્ર ચાર ફુટના અંતરે હાઈરાઈઝ બિલ્ડીંગને મંજૂરી કઈ રીતે મળે? ટાવરની બાજુમાં જ નિર્માણાધિન રહેણાંક બિલ્ડીંગમાં રહેવા આવનાર લોકોની સમાલતિ સામે મોટો પ્રશ્નાર્થ

ટી.પી. વિભાગના અભિપ્રાય તેમજ સીટી સર્વેયરના અભિપ્રાય વિના જ મોબાઈલ ટાવરને મંજૂરી આપી દેવામાં આવી હોવાની ચર્ચા

જગ્યાની બાજુમાં આવેલા વિવાદી પ્લોટના માલિકને વધુ FSI મંજૂરી ક્યાં કારણોસર? બિલ્ડરોને ખટાવવા પાછળ ક્યાં અધિકારીની ચાલ.. આ અંગે વધુ જાણવા જોતા રહો ભારત હેડલાઈન..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE