શિયાળો / ધાબળા કાઢીને રાખજો, આવતીકાલથી ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, આવી ગઇ અંબાલાલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈ આગાહી કરી છે. આવતીકાલથી રાજ્યનાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યકતા છે. તેમજ નવેમ્બરથી કડકડતી ઠંડીની શરૂઆત થશે.

અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈ આગાહી કરી છે. જેમાં તા. 21 થી 23 નવેમ્બર દરમ્યાન રાજ્યમાં ઠંડીનું જોર વધવાની શક્યતાઓ છે. તેમજ રાજ્યમાં પંચમહાલ, સાબરકાંઠા, કચ્છ, અમરેલી, જૂનાગઢ, વલસાડ, સુરત સહિતનાં જીલ્લાઓનાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનોનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે.

2 ડિગ્રી તાપમાન વધશે

અમદાવાદમાં રાતે તાપમાન 19 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. તો નલિયામાં 15 ડિગ્રી અને ગાંધીનગરમાં 16 ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું હતું. રાજ્યમાં હાલ પણ સામાન્ય કરતાં 2થી 3 ડિગ્રી તાપમાન વધુ છે. બે દિવસ બાદ તાપમાન ઘટ્યા બાદ 4 દિવસ બાદ ફરી 2 ડિગ્રી તાપમાન વધશે.

વધુ વાંચોઃ જલ્દી કરો! GPSCએ બહાર પાડી આરોગ્ય વિભાગની ભરતી, જાણો એકસાથે કેટલી જગ્યાઓ ભરાશે

હવામાન વિભાગે શું કહ્યું

હવામાન વિભાગના અધિકારી અભિમન્યુ ચૌહાણે વધુમાં જણાવ્યું હતુ કે ઉત્તર ભારતીય પ્રદેશમાંથી પવન નહીં ફૂંકાવવાના કારણે હજુ ઠંડીની લહેર ચાલુ નહીં થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE