ગાંધીનગર / જલ્દી કરો! GPSCએ બહાર પાડી આરોગ્ય વિભાગની ભરતી, જાણો એકસાથે કેટલી જગ્યાઓ ભરાશે

ગાંધીનગર આરોગ્ય વિભાગ દ્વારા સૌથી મોટી ભરતીની જાહેરાત કરી છે. આરોગ્ય વિભાગ દ્વારા 2000 કરતા વધુ જગ્યા ઉપર આરોગ્ય વિભાગમાં ભરતી કરવામાં આવશે.

આરોગ્ય વિભાગ દ્વારા સૌથી મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 2000 કરતા વધુ જગ્યા ઉપર આરોગ્ય વિભાગ દ્વારા આગામી સમયમાં ભરતી કરવામાં આવશે. જેમાં તબીબી અધિકારી વર્ગ-2 ની 1506 જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે. જ્યારે જનરલ સર્જન તજર્જ્ની 200 જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે. ફિઝિશિયન તજજ્ઞ ની 227 જગ્યા પર ભરતી કરાશે. ગાયનેકોલોજિસ્ટની 273 જગ્યા પર ભરતી કરાશે. તેમજ વીમા તબીબી અધિકારીની 147 જગ્યા ઉપર ભરતી કરાશે. જીપીએસસી દ્વારા ભરતી જાહેર કરાઈ છે.

2024-25 માં GPSC દ્વારા લેવામાં આવનાર પરીક્ષાનું લીસ્ટ

પોલીસ દળની 14,820 તથા સીવીલીયન સ્ટાફની 245 જગ્યાઓ પર સીધી ભરતી કરાશે

ઉલ્લેખનીય છે કે, વર્તમાનમાં ચાલી રહેલી રાજ્ય પોલીસ દળ, વર્ગ-૩ના વિવિધ સંવર્ગોની કુલ-12472 જગ્યાઓની સીધી ભરતીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આ સીધી ભરતીની કાર્યવાહી કરાશે. આગામી વર્ષ-2025માં ગૃહ વિભાગ દ્વારા રાજ્ય પોલીસ દળ, વર્ગ-૩ના વિવિધ સંવર્ગોની કુલ-14820 જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવશે તેમ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે. મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ”ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્તમાનમાં ચાલી રહેલી રાજ્ય પોલીસ દળ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની કુલ-12472 જગ્યાઓની સીધી ભરતીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગૃહ વિભાગ વર્ષ-૨૦૨૫માં રાજ્ય પોલીસ દળ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની આ જગ્યાઓ ઉપર સીધી ભરતી કરશે”.

વધુ વાંચોઃ વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા! સુરતમાં નર્સિગ કાઉન્સિલની મંજૂરી વગર જ ધમધમતી GNM ઈન્સ્ટિટ્યૂટ ઝડપાઈ

ગૃહ વિભાગ દ્વારા ભરતી કરવાનું આયોજન

વર્ષ-2025માં ગૃહ વિભાગ દ્વારા જે જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન છે તેમાં 129 એસ.આર.પી.એફ.ના હથિયારી પી.એસ.આઈ, 126 વાયરલેસ પી.એસ.આઈ, 35 એમ.ટી. પી.એસ.આઈ, 551 ટેકનીકલ ઓપરેટર, 45 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક ગ્રેડ-1, 26 મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર, ગ્રેડ-2, 135 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક ગ્રેડ-2, 7218 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 3010 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 3214 એસ.આર.પી.એફ.ના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 300 જેલ સિપાઈ(પુરુષ) અને 31 જેલ સિપાઈ(મહિલા) સહિતની વિવિધ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વર્ષ-2025માં પોલીસ ખાતાની કચેરીઓની સીનીયર ક્લાર્કની 45 તથા જુનીયર ક્લાર્કની 200 જગ્યાઓ મળી કુલ-245 જગ્યાઓ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE