રાજકોટ શહેરની શાળા કોલેજ હોસ્પિટલના ગેરકાયદે બાંધકામો ઇમ્પેકટમાં મંજુર છતાં જોખમી : મનપા દ્વારા નામંજુર કરવા કરાશે વિચારણા

ડીએમસીની કમીટી મીટીંગમાં ૮૦ સ્થળોએ ડોમ, સેલરમાં બાંધકામ સહિતના મુદ્દે કરાઈ ચર્ચા : ઇમ્પેકટ ફી પરત આપી આવા બાંધકામો દુર કરાવવા હાથ ધરાશે કવાયત !?

રાજકોટ શહેરમાં ૨૫ મેના બનેલ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા ફાયર એનઓસી ચકાસવા તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનને સુચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને મનપા દ્વારા પણ શહેરના વિવિધ વિસ્તારોની શાળા, કોલેજો, હોસ્પિટલો, મોલ તથા કોમર્શિયલ જગ્યાઓ પર ફાયર એનઓસી અંગે તાબડતોબ ચેકીંગ કરી સીલ મારવા સહિતના પગલા લેવામાં આવ્યા હતા. મનપા દ્વારા શહેરભરમાં કુલ ૬ કેટેગરીમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી અને જો એકમ પાસે ફાયર એનઓસી ન હોય તેને સીલ મારી એનઓસી લેવા જણાવાયું હતું. ફાયર એનઓસીને મંજુર કરવા કે ન કરવા અંગે નિર્ણય લેવા માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના ૩ સભ્યોની કમિટિ પણ રચવામાં આવી હતી. હાલ મનપાની કમીટી સમક્ષ ૮૦ જેટલા એવા શાળા, કોલેજો, હોસ્પિટલ વગેરે ધ્યાને આવ્યા છે, જેમાં ડોમ બનાવવામાં આવ્યા હોય અથવા સેલરમાં બાંધકામ કરી કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવતો હોય. જો કે આ એકમો દ્વારા મનપામાં ઇમ્પેકટ ફી ભરી બાંધકામ રેગ્યુલરલાઇઝ કરાવી લેવાયાનું જણાવતા દ્વિધા ઉભી થઇ છે. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ જે તે સમયે ઇમ્પેકટ ફી ભરી બાંધકામ નિયમિત કરાયા હોય પણ મનપા પાસે સત્તા છે કે ઇમ્પેકટ કી પરત કરી આવા જોખમી બાંધકામો હટાવી શકાય છે. ત્યારે હવે કમિટિ દ્વારા આ પ્રકારે નિર્ણય લેવા અંગે પણ ચર્ચા ચાલતી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. મનપાની કમિટિ દ્વારા અમુક કેસમાં તપાસ ચાલુ છે. આવનાર સમયમાં કમીટી દ્વારા નક્કર અને નમુનારૂપ પગલા લઇ એક દાખલો બેસાડવામાં આવે તેવી લોક લાગણી પણ ઉઠી રહી છે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog

Leave a Comment

READ MORE

READ MORE