રાજકોટ જિલ્લામાં રૂ.૫૧.૮૫ કરોડના વિકાસ કામો હાથ ધરાશે

જિલ્લા પંચાયતના નવા બિલ્ડીંગના કામને કારોબારીમાં બહાલી : જિલ્લામાં નવા ૭ પશુ દવાખાના બનાવાશે

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક સમિતીના અધ્યક્ષ પી.જી. કયાડાની અધ્યક્ષતામાં મળેલ હતી. જેમાં મંચ પર ડી.ડી.ઓ. ડો. નવનાથ ગવ્હાણે, ડે. ડી.ડી.ઓ. ઇલાબેન ગોહિલ, ગોસ્વામી, પંચાયતના પૂર્વ પ્રમુખ ભુપત બોદર હાજર રહયા હતા. રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ કારોબારી સમિતિની બેઠક કારોબારી ચેરમેન પી.જી. કયાડાના અધ્યક્ષ સ્થાને મળતા રૂા. ૫૧.૮૫ કરોડના કામો મંજુર કરાયેલ હતા. બેઠકની અધ્યક્ષતા ચેરમેન પી.જી. કયાડાએ સંભાળી હતી.

ડી.ડી.ઓ. ડો. નવનાથ ગવ્હાણે, ડે. ડી.ડી.ઓ. ઇબાબેન ગોહિલ, પૂર્વ પ્રમુખ ભુપત બોદર વગેરે મંચ પર હાજર રહયા હતા. પંચાયત શાખા માટે ૨ નવા કોમ્પ્યુટર તેમજ સ્કેનર-કમ-પ્રિન્ટર ખરીદવા રૂ.૩,૦૦,૦૦૦/- સુધીના ખર્ચ તેમજ પંચાયત વિકાસ સુચકાંક અંગે યોજાયેલ રિજિઓનલ વર્કશોપમાં જમવા અંગેના બીલ કુલ રૂ.૪૩,૦૬૫/-ની મંજુરી એમ કુલ રૂ.૩,૪૩,૦૬૫/- ના ખર્ચની મંજુરી આપવામાં આવેલ હતી. મહેસુલ શાખા માટે ૧ નવુ કોમ્પ્યુટર તેમજ ૧ નવુ પ્રીન્ટર ખરીદવા રૂ.૧,૫૦,૦૦૦/- સુધીના ખર્ચ તેમજ વિંછીયા તાલુકાના ભોંયરા ગામના અરજદાર ખીમાભાઇ લાખાભાઇ બાવળીયાએ જાહેર હરરાજીથી લીધેલ પ્લોટની ૩/૪ રકમ ભરવા મુક્ત કોન્ડોન કરવા અંગેની મંજુરી આપવામાં આવેલ હતી.

જમીન દબાણ શાખા માટે નવા કમ્પ્યુટર સેટ તથા નવા પ્રિન્ટરની ખરીદી કરવાની મંજુરી આપવામાં આવેલ હતી. રાજકોટ જિલ્લામાં બિન આદિવાસી વિસ્તારમાં ૭ (સાત) નવા પશુ દવાખાના સ્થાપવા બાબત તેમજ ત્રણ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોના સ્થળાંતર બાબતની મંજુરી આપવામાં આવેલ હતી. જસદણ તાલુકાના ભાડલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ ક્વાર્ટર અને રાજકોટ તાલુકાના સણોસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલ સ્ટાફ ક્વાર્ટર ડિસ્મેન્ટલ કરવા બહાલી આપેલ હતી. બાંધકામના કુલ ૫ કામોના કુલ રૂ. ૩૯,૦૫,૧૦,૫૦૪ (ઓગણ ચાલીસ કરોડ પાંચ લાખ દસ હજાર પાંચસો ચાર) ના ટેન્ડર મંજુર કરવામાં આવેલ હતું. સિંચાઇના કુલ ૧૧ કામોના ટેન્ડર કુલ રૂ.૭,૬૮,૯૬,૮૫૧/- કુલ ૫ કામોની વહીવટી મંજુરી કુલ રૂ.૫.૦૫,૮૮,૦૦૦/- એકંદર મળી કુલ રૂ ૫૧,૮૪,૮૮,૪૨૦ (એકાવન કરોડ ચોર્યાસી લાખ અઠ્યાસી હજાર ચારસો વીસ પુરા)ના ૨૯ કામો મંજુર કરવામાં આવ્યા હતાં. યાજ્ઞિક રોડ પરની દુકાનો ખાલી કરવા ૧૪ દિ’ની આખરી મુદત આપવામાં આવેલ હતી.

જિલ્લા પંચાયત હસ્તકની યાજ્ઞિક રોડ પરથી ૩ દુકાનો વેપારીઓ હસ્તક વર્ષોથી નજીવા ભાડાથી છે. આ દુકાન ખાલી કરાવવા પંચાયતે એકથી વધુ વખત નોટીસ આપેલ હવે અઠવાડીયા પહેલા કબજેદારોને દુકાન ખાલી કરવા જિલ્લા પંચાયતે ૧૪ દિવસની મુદત સાથેની આખરી નોટીસ આપી છે. મુદત પૂરી થતા સુધીમાં તેઓ દુકાન ખાલી ન કરે તો કબ્જો લેવા પંચાયત કાનૂની કાર્યવાહી કરશે. કારોબારી બેઠકમાં ડે. ડીડીઓ ઇલાબેન ગોહીલે આ માહિતી આપી હતી. પંચાયત આ દુકાનો તોડી નવેસરથી મોટી દુકાનો બનાવી વર્તમાન દર મુજબ ભાડે આપી પંચાયતની આવકમાં નોંધપાત્ર વધારો કરવા માંગે છે તેમ જણાવાયું હતું.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog

Leave a Comment

READ MORE

READ MORE