આરોગ્ય કેન્દ્રમાં નિયમિત સફાઇ જાળવવા મેયર નયનાબેન પેઢડિયાનો અનુરોધ

મોરબી રોડ પરના કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઇ વિવિધ સુચના આપતા મેયર

રાજકોટ મહાનગર પાલિકાના મેયર નયનાબેન પેઢડીયા દ્વારા વોર્ડ નં.૪માં મોરબી રોડ જકાતનાકા પાસે આવેલ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી અને વિવિધ સુચના આપી હતી. આ મુલાકાત દરમ્યાન આરોગ્ય કેન્દ્ર ખાતે આવતા દર્દીઓની ઓ.પી.ડી.ની સંખ્યા, રસીકરણની કામગીરી, મમતા દિવસ અંગે કરવાની થતી કામગીરી, દવાઓનો જથ્થો, મેડીકલ સ્ટાફ તથા પેરામેડીકલ સ્ટાફની હાજરી અને દર્દીઓ સાથેનો વ્યવહાર, આરોગ્ય કેન્દ્રની સફાઈ વગેરે બાબતોની ચકાસણી કરવામાં આવેલ હતી. મેયર દ્વારા ચાલુ ચોમાસાની ઋતુ દરમ્યાન દર્દીઓએ ખાસ લેવાની થતી કાળજી અંગે માહિતગાર કરવા, ભાઈઓ તથા બહેનો માટે અલગ બેઠક વ્યવસ્થા રાખવા, આરોગ્ય કેન્દ્રની નિયમિત સફાઈ જાળવવા આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર તથા અન્ય સ્ટાફને સુચના આપવામાં આવી હતી.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog

Leave a Comment

READ MORE

READ MORE