પવિત્રા સ્વ રોજગાર કેન્દ્ર અને શ્રી ઉમા મહિલા એક્ટિવિટી રાજકોટના સંયુક્ત ઉપક્રમે વડીલોએ કરી યાત્રા

પવિત્રા સ્વ રોજગાર કેન્દ્ર અને શ્રી ઉમા મહિલા એક્ટિવિટી રાજકોટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સિનિયર સિટીઝન માટે એક ખાસ ધાર્મિક સ્થળો પર એક દિવસીયની યાત્રા પર લઈ ગયા હતા. તેમાં ૫૫ થી ૭૦ વર્ષ સુધીના ૧૫૦ ભાઈઓ અને બહેનો બે બસમાં જોડાયા હતા. તેઓએ દર્શન સાથે અંતાક્ષરી, અનેક પ્રકારની ગેમ્સ સાથે આનંદ માણ્યો હતો. રામોદ, રૂપાવટી,ધરાઈ ખાતે બિરાજતા પુષ્ટિ પુરુષોત્તમ શ્રી બાલ મુકુંદ પ્રભુના આંગણે અલૌકિક મનોરથ રાજભોગમાં છાક મનોરથનો પણ મહા પ્રસાદ સાથે આનંદ બધા વડીલ લોકોએ માણ્યો હતો. છેલ્લે વીરપુર જલારામ બાપાને દર્શન કરી પ્રસાદનો લાભ લીધેલો હતો. વડાલીયા ગ્રુપના રાજનભાઇનો સહયોગ મળેલ હતો. ધરાઈ ખાતે પાટીદાર અગ્રણી જ્યોતીબેન ટીલવાનું સન્માન કરેલું હતું. પવિત્રા સ્વરોજગાર કેન્દ્રના પ્રમુખ જ્યોતિબેન ટીલવા, ઉમા મહિલા એક્ટિવિટીના પ્રમુખ ભાવનાબેન રાજપરા, ઉપપ્રમુખ રેખાબેન ત્રાંબડીયા, નીતાબેન ઘોડાસરા, કાંતાબેન ફળદુ, શીતલબેન દેકીવાડિયા, વર્ષાબેન મોરીએ જહેમત ઉઠાવી હતી.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog

Leave a Comment

READ MORE

READ MORE