દસાડા ગામ ૨૨ ગ્રામ સોનુ અને ૭૫૦ ગ્રામ ચાંદી તથા ૧.૧૦ લાખ રોકડ રકમ ચોરી ગયા

(પરિવાર ફળિયામાં સૂતો હતો ‘ને ચોર બારી તોડી ઘરમાં ઘૂસ્યા લાકડાની તિજોરી તોડી આપ્યો ચોરીને અંજામ )

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના કચોલિયા ગામે થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યાં દસાડામા ચોરીનો બનાવ સામે આવ્યો છે દસાડામા મકાનની બારી તોડી બાવીસ ગ્રામ સોનાના દાગીના કિંમત રૂ.૬૦,૦૦ ચાંદીના દાગીના ૭૫૦ ગ્રામ કિંમત રૂ. ૨૫,૦૦૦ અને રોકડા રૂ. ૧.૧૦ લાખ મળી ૧.૯૫ લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ફરીયાદ દસાડા પોલિસ મથકે નોંધાવી છે.

મળતી માહિતી મુજબ દસાડાના કનુભાઈ ગણેશભાઈ રબારી પરિવારજનો સાથે ફળીયામાં સુતા હતા. ત્યારે અજાણ્યા વ્યક્તિએ મકાનના પાછળની બારીના સળીયા તોડી મુખ્ય દરવાજો અંદરથી રૂમાલથી બાંધી લાકડાની તિજોરીમાંથી સોનાનો સેટ,બુટ્ટી, ઓમ અને નાકની ચુની મળી કુલ આશરે ૨૨ ગ્રામ સોનાના દાગીના કિંમત રૂપિયા ૬૦,૦૦૦ અને ચાંદીની ચૂડી, છડા, નજરીયા મળી કુલ ૭૫૦ ગ્રામ ચાંદીના દાગીના કિંમત રૂ. ૨૫,૦૦૦ અને રોકડ રકમ રૂપિયા ૧.૧૦ લાખ મળી કુલ રૂપિયા ૧ લાખ ૯૫ હજારના મુદ્દામાલની ઉઠાંતરી કરી છૂ થઈ ગયા હતા જેની ફરીયાદ મળતા દસાડા પોલિસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE