પાટડી નગરમાં બે રોકટોક પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ !

પાટડી નગરપાલિકા દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી પર્યાવરણ પ્રેમીઓમાં માંગ

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી નગરની બજારોમાં ઠેર ઠેર પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોવાનું સામે આવી રહ્યુ છે,પાલિકા તંત્ર દ્વારા ઠોસ કાર્યવાહી કરવામાં આવે તેવી પર્યાવરણ પ્રેમીઓમાં ઉઠાવી રહ્યા છે.

5 de junio 2022: Día Mundial del Medio Ambiente- Uno TV

સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનેલી ૧૯ વસ્તુઓના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યારે પાટડી નગરની બજારમાં બે રોકટોક પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોવાનું સામે આવી રહ્યું છે જો કે ઘણા ખરા સમજુ વેપારીઓ અને દુકાનદારો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળી રહ્યા છે,પાટડી નગરપાલિકા તંત્ર નિંદ્રાધિન હોય તેમ લાગી રહ્યું છે પાટડી નગરપાલિકા દ્વારા પ્રથમ વખત પાટડી નગરની બજારમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં અને વેચાણ કરવું નહીં તે બાબતે સૂચના આપી હોવાનુ જાણવા મળે છે નગરપાલિકાએ જાણે સૂચના આપી સંતોષ મેળવી લીધો હોય તેવું લાગી રહ્યું છે,પર્યાવરણ બચાવવા સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ પર કડક અમલવારી કરવામાં આવી રહી છે પાટડી નગરમાં બે રોકટોક પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોવાનુ સામે આવી રહ્યુ છે તંત્ર દ્વારા કડક પગલાં હાથ ધરવામાં આવે તેવુ પર્યાવરણ પ્રેમીઓ ઈચ્છી રહ્યા છે.

પાટડી શહેર ભાજપા દ્વારા પંડિત શ્યામા પ્રસાદ મુખર્જીની પૂર્ણતિથી નિમિત્તે વંદન કરવામાં આવ્યા

કચરો કલેક્શન કરતા વાહનમાં પ્લાસ્ટિકનો કચરો ફેંકવામાં આવે છે !

પાટડી નગરપાલિકાના કચરાનુ કલેક્શન કરતાં વાહનમાં અઢળક પ્લાસ્ટિક કચરો ફેંકવામાં આવી રહ્યો છે. છતાં પાલિકા તંત્ર દ્વારા કેમ કડક પગલાં નહીં લેવાતા હોય ?

કેવા પ્રકારના પ્લાસ્ટિક પર પ્રતિબંધ ?

ઈયરબડના પ્લાસ્ટિક
પલાસ્ટિક સ્ટિક
બલૂન સ્ટિક
પ્લાસ્ટિકના ઝંડા
કેન્ડી સ્ટિક
આઇસક્રીમની ચમચી
થર્મોકોલનું ડેકોરેશન
પ્લાસ્ટિકના પ્લેટ-કપ
પ્લાસ્ટિકની સ્ટ્રો અને ટ્રે
બોક્સ પર લગાવવાની ટેપ (સેલોટેપ)
સિગરેટના પેકેટ ઉપરનું પ્લાસ્ટીક
100 માઇક્રોન કરતા પાતળા પીવીસી બેનર

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE