પાટડી શહેર ભાજપા દ્વારા પંડિત શ્યામા પ્રસાદ મુખર્જીની પૂર્ણતિથી નિમિત્તે વંદન કરવામાં આવ્યા

( મહિનાઓથી પ્રતિમા પરનો કલર જતો રહ્યો..જાળવણીનો અભાવ શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાની અપમાનજનક સ્થિતિ ! )

પાટડી શહેર ભાજપા દ્વારા જનસંઘના સ્થાપક ડૉ.પંડિત શ્યામાપ્રસાદ મુખર્જીની પૂર્ણતિથીને બલિદાન દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે પાટડી નગરના ચાર રસ્તા પાસે આવેલ શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પ માળા પહેરાવી વંદન કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં પાટડી શહેર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો અને દસાડાના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા

પાટડી નગરના ચાર રસ્તા પાસે શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમા મૂકવામાં આવી છે ૨૩મી જૂન પાટડી શહેર ભાજપ દ્વારા શ્યામાપ્રસાદ મુખર્જીની પુર્ણ તિથિ નિમિત્તે પુષ્પાંજલિ અને વંદન અર્થે મોટી સંખ્યામાં કાર્યકરો હોદ્દેદારો એકઠા થયા હતા પરંતુ આ માત્ર ફોટો સેશન હોય તેવી ચર્ચાએ નગરમાં જોર પકડ્યું હતું કારણ કે છેલ્લા કેટલાક મહિનાઓથી શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાની દુર્દશા જોવા મળી રહી છે જેમાં પ્રતિમા પરથી કલર જતો રહ્યો છે પ્રતિમાની જાળવણી કરવામાં ન આવતી હોય તેમ લાગી રહ્યું છે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો એકઠા થયા પરંતુ આ પ્રતિમા પરનો કલર જતો રહ્યો છે તેની પર નજર કેમ નહીં ગઈ હોય ? તેવો સવાલ પણ ઉદ્ભવ થવા પામ્યો છે પ્રતિમાને પુષ્પાંજલિ કરવા અર્થે સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપાના પૂર્વ પ્રમુખ દિલીપ પટેલ દસાડાના ધારાસભ્ય પી.કે.પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzogD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE