અમદાવાદમાં ખાદ્ય પદાર્થોનું લેબલિંગ ફરજિયાત, AMCની ભેળસેળ સામે કડક કાર્યવાહી

અમદાવાદમાં નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે AMCના ફૂડ વિભાગે કડક વલણ અપનાવ્યું છે. બજારમાં વેચાતા પેકેજ્ડ ખાદ્ય પદાર્થો પર ઉત્પાદન અંગેની જરૂરી વિગતો દર્શાવતું લેબલ લગાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. નિયમનું પાલન નહીં કરનાર વેપારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.

પેકિંગ પર આ વિગતો જરૂરી રહેશે

વેપારીઓ અને ઉત્પાદકોએ પેકેટ પર ગ્રાહકોને સ્પષ્ટ માહિતી મળે તે માટે નીચેની વિગતો દર્શાવવાની રહેશે:

  • ખાદ્ય પદાર્થનું નામ
  • ઘટકોની સંપૂર્ણ યાદી
  • પોષક તત્ત્વોનું પ્રમાણ
  • શાકાહારી/માંસાહારી પ્રતીક
  • નેટ વજન અથવા જથ્થો
  • બેચ નંબર અને ઉત્પાદન/એક્સપાયરી તારીખ
  • FSSAI લાઇસન્સ અથવા રજિસ્ટ્રેશન નંબર
  • ઉત્પાદકનું નામ અને સરનામું

ગ્રાહકોને પણ મળશે વધુ પારદર્શિતા

લેબલિંગથી ગ્રાહકોને વસ્તુમાં શું વપરાયું છે, તેનું પોષણમૂલ્ય કેટલું છે અને ઉત્પાદન ક્યારે થયું છે જેવી મહત્વની માહિતી સરળતાથી મળી શકશે. AMCનો હેતુ ખાદ્ય પદાર્થોમાં થતી નકલી બનાવટ અને ભેળસેળ પર નિયંત્રણ લાવવાનો છે.

ફૂડ વિભાગે વેપારીઓને નિયમોનું પાલન કરવા સૂચના આપી છે અને ખાદ્ય પદાર્થો પર જરૂરી વિગતો વગરનું પેકિંગ જોવા મળે તો કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટતા કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE