ફેસબુક પર ફર્નિચરની ખોટી જાહેરાત આપી રૂ.12 હજારની છેતરપિંડી, આરોપી ઝડપાયો

ફેસબુક પર સસ્તા ભાવે ફર્નિચર વેચવાની ખોટી જાહેરાત મૂકી એક વ્યક્તિ પાસેથી રૂ.12,000 પડાવી લેવાના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ વિશ્વાસ જમાવવા માટે પોતે CRPFના નિવૃત્ત આસીસ્ટન્ટ કમાન્ડન્ટ હોવાનું ખોટું ઓળખાણ આપી હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, આરોપીએ ફેસબુક મારફતે ફર્નિચર વેચવાની જાહેરાત કરી હતી. સસ્તા ભાવે ફર્નિચર મળવાની લાલચમાં ફરિયાદી આરોપીના સંપર્કમાં આવ્યો હતો. વાતચીત દરમિયાન આરોપીએ પોતાની ખોટી ઓળખ આપી વિશ્વાસ કેળવ્યો હતો.

ત્યારબાદ ફર્નિચર આપવાના બહાને આરોપીએ ફરિયાદી પાસેથી રૂ.12,000 ઓનલાઈન મેળવી લીધા હતા. પૈસા મેળવ્યા બાદ ફર્નિચર પહોંચાડવામાં આવ્યું નહોતું અને આરોપી તરફથી ટાળટૂળ કરવામાં આવી હતી. આખરે ફરિયાદીએ પોલીસનો સંપર્ક કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

પોલીસે ટેક્નિકલ તપાસના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછ દરમિયાન ફેસબુક પર ખોટી ઓળખ બનાવી લોકોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરવાની પદ્ધતિ અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.

સાયબર છેતરપિંડીના આવા કિસ્સાઓમાં સોશિયલ મીડિયા પર મળતી સસ્તી ઓફર પર તરત વિશ્વાસ ન કરવો અને કોઈપણ વસ્તુ ખરીદતા પહેલાં વેચનારની ઓળખ તથા વિગતોની ખરાઈ કરવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE