ઉનામાં સગીરાનો પીછો કરી છેડછાડનો પ્રયાસ:

કૈલૈશ ભટ્ટ ઉના

શાળા પાસે અંધારામાં લઈ જઈ અડપલા કરતા બૂમાબૂમ, પરિવાર દોડી આવતા આરોપી ઝડપાયો.

ઉના તાલુકાના એક ગામમાં સગીરા સાથે છેડછાડની ઘટના બની છે. સગીરાના પરિવારજનોએ ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગામના જ એક યુવક સામે કાર્યવાહી કરીને તેને પકડી પાડ્યો છે.

ફરિયાદ મુજબ, સગીરા પરિવાર સાથે ખેતીકામ પતાવીને ઘરે આવી હતી. રાત્રે તે ગામમાં દૂધ આપવા ગઈ હતી. દૂધ આપીને ઘરે પાછી ફરી રહી હતી ત્યારે ગામની શાળા પાસે પહોંચી. તે સમયે મહેશ ઉર્ફે મયુર રણુભાઈ બાંભણીયા નામના યુવકે તેનો પીછો કર્યો હતો.

આરોપીએ સગીરાનો પીછો કરીને પાછળથી તેનો હાથ પકડ્યો. તેણે સગીરાને શાળા પાસેના અંધારાવાળા સ્થળે લઈ જવાનો પ્રયાસ કર્યો. ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપીએ સગીરા સાથે અડપલા કરવાનો પ્રયાસ કરતા સગીરાએ બૂમાબૂમ કરી હતી.

સગીરાની બૂમ સાંભળીને તેના પરિવારજનો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા. પરિવારજનોને આવતા જોઈને આરોપી ત્યાંથી દીવાલ કૂદીને ભાગી ગયો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

ઘટના પછી સગીરા ખૂબ ગભરાઈ ગઈ હતી. તેથી પરિવારજનોએ તે રાત્રે પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી. બીજા દિવસે પરિવારજનો સગીરાને સાથે લઈને ઉના પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આખી ઘટના વિશે જાણ કરી આખી ઘટના વિશે જાણ કરી.

ફરિયાદના આધારે પોલીસે આરોપી મહેશ ઉર્ફે મયુર બાંભણીયા સામે કાયદેસરની કાર્યવાહી કરી. પોલીસે તેને પકડી પાડ્યો હતો. ત્યારબાદ આરોપીને જેલમાં મોકલી દેવાયો છે.
આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદના આધારે વધુ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE