ભાવનગર જિલ્લાના ખરકડી અને આસપાસના વિસ્તારોમાં નકલી (ડુપ્લીકેટ) દારૂના સેવનથી સર્જાયેલી કરૂણાંતિકામાં સ્થિતિ વધુ ગંભીર બની છે. લઠ્ઠાકાંડ/નકલી દારૂ પીવાના કારણે વધુ બે લોકોના કરૂણ મોત નિપજતાં કુલ મૃત્યુઆંક વધીને 3 પર પહોંચ્યો છે. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ કેસની સઘન તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ને સોંપી દીધી છે.
મૃતકોની ઓળખ અને દર્દીઓની સ્થિતિ
-
3 મૃતકોની વિગત:
-
કાર્તિક અશ્વિનભાઈ મકવાણા (ઉ.વ. 40, તળાજા રોડ, ભાવનગર)
-
ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ (ઉ.વ. 25, ખરકડી, ઘોઘા)
-
નરેન્દ્રસિંહ યાદવ (રહે. ઈન્દોર, મધ્યપ્રદેશ)
-
-
17 લોકો સારવાર હેઠળ: ભાવનગર સિવિલ હોસ્પિટલમાં 8 અને ખાનગી હોસ્પિટલોમાં 9 દર્દીઓ મળીને કુલ 17 લોકો હાલ સારવાર લઈ રહ્યા છે. કલેક્ટરના જણાવ્યા અનુસાર તમામની સ્થિતિ હાલ સ્થિર (નોર્મલ) છે.
ઉચ્ચ સ્તરીય ઈમરજન્સી બેઠક અને SMC ની એન્ટ્રી
-
હાઈ-લેવલ મીટિંગ: ગઈકાલે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી, રાજ્ય પોલીસ વડા (DGP) જી.એસ. મલિક, IB ચીફ અને અમદાવાદ પોલીસ કમિશનર વચ્ચે ઈમરજન્સી બેઠક યોજાઈ હતી.
-
SMC ને તપાસ: સમગ્ર કેસની તટસ્થ અને ઝડપી તપાસ માટે તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપાઈ છે. SMC ના એસપી મયુર ચાવડા તાત્કાલિક ભાવનગર પહોંચી તપાસનો દોર સંભાળ્યો છે.
‘રોયલ સ્ટેગ’ ના નામે નકલી દારૂ વેચનારા 4 બુટલેગર ડિટેઈન
-
બ્રાન્ડેડ બોટલમાં ઝેર: પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે યુવાનોને ‘રોયલ સ્ટેગ’ બ્રાન્ડની બોટલોમાં ડુપ્લીકેટ કેમિકલ યુક્ત દારૂ પધરાવવામાં આવ્યો હતો.
-
4 બુટલેગરો પકડાયા: આ નકલી દારૂનું વેચાણ કરનારા 4 મુખ્ય બુટલેગરોને પોલીસે ઝડપી લીધા છે. આ નકલી દારૂ ક્યાં બનાવવામાં આવતો હતો અને તેનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.










