અમરેલી | જાફરાબાદ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક વીજ કરંટ લાગતાં દીપડાનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ દીપડો શિકારની શોધમાં PGVCLના ટ્રાન્સફોર્મર પર ચડ્યો હતો. દરમિયાન વીજ કરંટ લાગતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં જાફરાબાદ વનવિભાગની ટીમ તેમજ PGVCLના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વનવિભાગે મૃત દીપડાને કબજામાં લઈ નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાને પગલે દીપડો ટ્રાન્સફોર્મર સુધી કેવી રીતે પહોંચ્યો અને વીજ સલામતીના કયા પાસાં તપાસવામાં આવશે તે મુદ્દે પણ વનવિભાગ અને PGVCL દ્વારા જરૂરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ઇમરાન શેખ | જાફરાબાદ
Post Views: 0











