વરસાદી સંકટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલે અમિત શાહ સાથે કરી વાત, કેન્દ્રે મદદની આપી ખાતરી

ગાંધીનગર: ગુજરાતમાં ભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી.

મુખ્યમંત્રીએ રાજ્યમાં ચાલી રહેલી બચાવ અને રાહત કામગીરી તેમજ અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ અંગે માહિતી આપી હતી. તેના જવાબમાં અમિત શાહે કેન્દ્ર સરકાર તરફથી દરેક જરૂરી સહયોગ અને મદદ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી.

રાજ્યમાં રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને કેન્દ્ર-રાજ્ય વચ્ચે સતત સંકલન જાળવી સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE