ચંડીગઢ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને શાળાના મુખ્ય અભ્યાસક્રમમાં ફરજિયાત સ્થાન આપનાર પંજાબ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ‘સરબત.AI’ પહેલ હેઠળ રાજ્યમાં ધોરણ 1થી 12 સુધી તબક્કાવાર AI શિક્ષણ અમલમાં મૂકવામાં આવશે.
પ્રથમ તબક્કામાં ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓ માટે AI શિક્ષણ શરૂ થશે, ત્યારબાદ ધોરણ 1થી 7 સુધી તેનો વિસ્તાર કરવામાં આવશે. આ યોજનાથી રાજ્યની 25 હજારથી વધુ શાળાઓ અને 31.5 લાખ વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે.
રાજ્ય સરકારે શરૂઆતમાં 12,424 શિક્ષકોને તાલીમ આપવાનો નિર્ણય કર્યો છે. અભ્યાસક્રમમાં પ્રોજેક્ટ આધારિત શિક્ષણ, ડિજિટલ લર્નિંગ, સતત મૂલ્યાંકન અને AI આધારિત શૈક્ષણિક પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. AI વિષયના પરિણામો વિદ્યાર્થીઓના બોર્ડ પ્રમાણપત્રમાં પણ દર્શાવવામાં આવશે.
Post Views: 0










