ગાંધીધામ: પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ગાંધીધામ રેલવે સ્ટેશન નજીક મોટી કાર્યવાહી હાથ ધરી કારમાંથી અંદાજે રૂ. 4 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન દારૂ ભરેલી કાર સહિત કુલ રૂ. 12 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસની કાર્યવાહી દરમિયાન કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે અને તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર રેકેટ સુધી પહોંચવા માટે પૂર્વ કચ્છ LCB દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
Post Views: 0











