જામનગરમાં ખનીજ માફિયાઓ પર નિર્લિપ્ત રાયની ત્રાટક: ગેરકાયદે લાઇમ સ્ટોન ભરેલા ₹75 લાખના 3 ડમ્પર ઝડપાયા, રાજકોટ રેન્જ પોલીસનું મોટું ઓપરેશન

જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ફાટીને ધુમાડે ગયેલા ગેરકાયદેસર ખનીજ ખનન અને પરિવહન (Illegal Mining) ના કારસા પર રાજકોટ રેન્જ પોલીસે મોટો પ્રહાર કર્યો છે. રાજકોટ રેન્જના કડક આઈજી (DIG) નિર્લિપ્ત રાયના સીધા માર્ગદર્શન હેઠળ શેઠવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર લાઇમ સ્ટોન (ચૂનાના પથ્થર) ભરેલા ત્રણ હાઈટેક ડમ્પરોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે કુલ ₹75 લાખની કિંમતનો મુદ્દામાલ સીઝ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુપ્ત બાતમીના આધારે ‘ભોજાબેડી રોડ’ પર વોચ ગોઠવી

રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર (PI) અપૂર્વ પટેલની સૂચનાથી પીએસઆઇ પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, સી.એમ. કાંટેલીયા તથા તેમની ટીમે જામનગર પંથકમાં પેટ્રોલિંગ વધાર્યું હતું. આ દરમિયાન હ્યુમન સોર્સ અને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, શેઠવડાળા વિસ્તારમાંથી મોટા પાયે લાઇમ સ્ટોનની ચોરી કરીને ડમ્પરો પસાર થવાના છે. બાતમીના આધારે પોલીસે ભોજાબેડી ગામ તરફ જતા રસ્તા પર વહેલી સવારે જ ફિલ્ડિંગ ગોઠવી દીધી હતી.

સળંગ નંબર ધરાવતા 3 ડમ્પરોમાંથી કરોડોની ખનીજ ચોરી પકડાઈ

તપાસ દરમિયાન ભોજાબેડી રોડ પરથી પસાર થતા ત્રણ શંકાસ્પદ ડમ્પરોને પોલીસે અટકાવ્યા હતા. જ્યારે તેના કાગળો અને રોયલ્ટી પાસ માંગવામાં આવ્યા, ત્યારે ચાલકો પાસે કોઈ કાયદેસરના દસ્તાવેજો નહોતા. ડમ્પરમાં ગેરકાયદેસર રીતે કિંમતી ખનીજ લાઇમ સ્ટોન ભરીને તેનું વહન કરવામાં આવી રહ્યું હતું.

જપ્ત કરાયેલા ડમ્પરો અને ખનીજની વિગત: પોલીસે સળંગ રજીસ્ટ્રેશન નંબર ધરાવતા નીચે મુજબના ત્રણેય ડમ્પરો કબ્જે કર્યા છે:

  • ડમ્પર નં. GJ-10-AT-6623: લાઇમ સ્ટોન જથ્થો – 23.15 મેટ્રિક ટન

  • ડમ્પર નં. GJ-10-AT-6624: લાઇમ સ્ટોન જથ્થો – 25.12 મેટ્રિક ટન

  • ડમ્パー નં. GJ-10-AT-6625: લાઇમ સ્ટોન જથ્થો – 22.99 મેટ્રિક ટન

  • કુલ કિંમત: દરેક ડમ્પરની અંદાજિત કિંમત ₹25 લાખ લેખે કુલ ₹75,00,000/- નો મુદ્દામાલ સીઝ કરાયો.

ખાણ-ખનીજ વિભાગને સોંપાશે અહેવાલ: કડક દંડની તૈયારી

રાજકોટ રેન્જ પોલીસની આ અચાનક થયેલી રેડથી સ્થાનિક ખનીજ ચોરો અને ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે કરોડોની કિંમતના લાઇમ સ્ટોનની ચોરીના આ કેસમાં ડમ્પરો લોક કરીને આગળની દંડનીય કાર્યવાહી માટે જામનગર ખાણ-ખનીજ વિભાગ (Geology & Mining Department) ને રિપોર્ટ સોંપવાની તજવીજ શરૂ કરી છે. રેન્જ આઈજીની આ એક્શન બાદ આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ મોટા દરોડા પડે તેવી પૂરેપૂરી શક્યતા છે.

Leave a Comment

READ MORE

READ MORE