પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણના અવિરત 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં બાંટવા શહેર ભાજપ દ્વારા એક વિશેષ પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. આ નિમિત્તે સમગ્ર બાંટવા શહેરના દરેક વોર્ડમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરીને સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
આ અભિયાનના ભાગરૂપે આજે બાંટવા બાયપાસ રોડ પર આવેલા શિવાનીબા ગાર્ડન ખાતે સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભાજપના કાર્યકરો અને આગેવાનોએ સાથે મળીને ગાર્ડન અને તેની આસપાસના વિસ્તારમાંથી કચરો સાફ કરી શ્રમદાન કર્યું હતું.
આ તકે બાંટવા શહેર ભાજપ પ્રમુખ શ્રી મયુરસિંહ, મહામંત્રી જયેશભાઈ, વિરલસિંહ તેમજ નગરપાલિકાના સદસ્યો ગણપતભાઈ, જીવાભાઈ, ભીખાભાઈ અને મયુરભાઈ વાઢેર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે યુવા મોરચાના પ્રમુખ મિહિર પરમાર, કરન ગરચર, મહેશ દાસા અને દિવ્યેશ સિંહ બારડ પણ ઉત્સાહભેર જોડાયા હતા.
સમગ્ર સફાઈ અભિયાનના ઇન્ચાર્જ તરીકે બાંટવા નગરપાલિકાના સદસ્ય અમિતસિંહ હેરમાએ ઉપસ્થિત રહીને વ્યવસ્થા સંભાળી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ બાંટવા શહેરના નગરજનોને હંમેશાં સ્વચ્છતાનું પાલન કરવા અને પોતાના શહેરને સુંદર તેમજ સ્વચ્છ રાખવા માટે નમ્ર અપીલ કરી હતી.
તસવીર અહેવાલ: જીજ્ઞેશ પટેલ, માણાવદર
Post Views: 0











