માણાવદર તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા મળી: સર્વાંગી વિકાસના નવા સંકલ્પો સાથે લોકહિતના કાર્યોને વેગ અપાશે

માણાવદર તાલુકા પંચાયત ખાતે વિધિવત રીતે પ્રથમ સામાન્ય સભાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તાલુકાના વિકાસ કાર્યોને ગતિ આપવા અને ગ્રામ્ય સ્તરની સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે તમામ સભ્યો દ્વારા સકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

સામાન્ય સભાની શરૂઆતમાં જ તમામ ચૂંટાયેલા સભ્યો અને પદાધિકારીઓએ માણાવદર તાલુકાને એક મોડેલ તાલુકો બનાવવા માટે ‘નવા સંકલ્પો સાથે નવી શરૂઆત’ કરવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો અને તાલુકાના સર્વાંગી વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો રહ્યો હતો.

સભા દરમિયાન મુખ્યત્વે ગ્રામીણ આંતરમાળખાકીય સુવિધાઓ જેવી કે રસ્તા, પાણી અને વીજળીની સ્થિતિ સુધારવા અંગે ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્થાનિક રહીશોની રોજિંદી સમસ્યાઓનો સત્વરે નિકાલ કરવા અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનું યોગ્ય અમલીકરણ કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

આ મહત્વપૂર્ણ બેઠકમાં માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી તેમજ તમામ સભ્યો અને વહીવટી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સમગ્ર સભા ખૂબ જ સૌહાર્દપૂર્ણ અને સકારાત્મક વાતાવરણમાં સંપન્ન થઈ હતી.

તસવીર અહેવાલ : જીજ્ઞેશ પટેલ, માણાવદર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE