રાજકોટની NSUI દ્વારા Saurashtra University ખાતે અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ હાથમાં ઝાલમુરી અને મેલોડી ચોકલેટ લઈને યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.
વિદ્યાર્થી આગેવાનોનો આરોપ છે કે, યુનિવર્સિટીમાં પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં વિલંબ, વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અને વહીવટી ગેરવ્યવસ્થાને લઈને અનેક વખત રજૂઆતો કરવા છતાં યોગ્ય નિરાકરણ આવતું નથી. જેના વિરોધરૂપે NSUI કાર્યકરોએ પ્રતિકાત્મક રીતે ઝાલમુરી અને “મેલોડી ખાઓ, ખુદ જાન જાઓ” જેવા સંદેશા સાથે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.
પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે અને બાકી રહેલા પરિણામો ઝડપથી જાહેર કરવામાં આવે. સાથે જ પરીક્ષા અને એડમિનિસ્ટ્રેશન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાની પણ માંગ ઉઠાવવામાં આવી હતી.
વિરોધ પ્રદર્શનને કારણે યુનિવર્સિટી કેમ્પસમાં થોડા સમય માટે ભારે ચકચાર મચી હતી. જોકે, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી પ્રશાસન અને સુરક્ષા સ્ટાફ દ્વારા મામલો શાંતિપૂર્ણ રીતે સંભાળવામાં આવ્યો હતો.
Post Views: 34










