વિદેશી દારૂ તથા બિયર 7791 નંગ સહિત ₹47.14 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના ટીમ પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન પાટડી – માલવણ હાઈવે પર એક ટ્રકમાં વિદેશી દારૂ ભરીને નીકળતો હોવાની બાતમીને આધારે એલ.સી.બી ટીમના ઈનચાર્જ પીઆઇ આર.જે.ગોહિલ સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી જે દરમિયાન વિચ ગોઠવતા એક આઇશર ટ્રક શંકાસ્પદ હાલતમાં નીકળતા એલ.સી.બી સ્ટાફે ટ્રકને અટકાવી તેમાં તપાસ કરતા અંદર જુદા જુદા બ્રાન્ડના વિદેશી દારૂ તથા બિયર 7791 નંગ કિંમત ₹31,84,584, એક આઇશર ટ્રક કિંમત ₹15,00,000 તથા બે મોબાઇલ કિંમત ₹30,000 સાથે ટ્રકમાં સવાર મનજીતસિંગ લક્ષ્મણસિંગ શીખ તથા અંગ્રેજસિંગ ગુરુજીતસિંગ શીખ (બંન્ને રહે: પંજાબ)ને ઝડપી લઇ દારૂનો જથ્થો મોકલનાર પંજાબી ઉર્ફે લાંબુ તથા દારૂ મંગાવનાર સહિત કુલ ચાર શખ્સો વિરુધ બજાણા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી
Views: 33











