દુનિયાના સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલ ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026’ (Cannes Film Festival) ભલે પૂર્ણ થઈ ગયો હોય, પરંતુ તેના કેટલાક લુક્સ હજી પણ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી રહ્યા છે. હાલમાં જાણીતા ફેશન ડિઝાઇનર અંજલિ ફોગાટ (Anjali Phogat) નો એક લુક ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. અંજલિએ રેડ કાર્પેટ પર ભગવાન કૃષ્ણની ‘ગોપી’ થીમ પર આધારિત પરંપરાગત ભારતીય લુક ધારણ કર્યો હતો. આ લુકમાં તેઓ ખૂબ જ સુંદર લાગતા હતા.પરંતુ તેમના હાથમાં રહેલા એક ખાસ પર્સ અને કમરબંધ પર લોકોની નજર અટકતા જ વિવાદ શરૂ થઈ ગયો છે.
👜 પર્સ પર પૂજ્ય પ્રેમાનંદ મહારાજની તસવીર અને રાધારાણીના 108 નામ
અંજલિ ફોગાટે વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિ, ભક્તિ અને આધ્યાત્મિકતાને ગર્વભેર રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેમના હાથમાં દેખાયેલા મોતીઓથી સજાવેલા ફોટોફ્રેમ જેવા બેગમાં વૃંદાવનના પ્રખ્યાત સંત પૂજ્ય પ્રેમાનંદ મહારાજ (Premanand Maharaj) ની તસવીર હતી અને તેની પાછળ રાધારાણીના 108 નામ લખેલા હતા. આ ઉપરાંત, તેમના કમરબંધ (વેસ્ટ બેન્ડ) પર ઝૂલો ઝૂલતા રાધા-કૃષ્ણની મેટાલિક આકૃતિ લગાવવામાં આવી હતી.
આ જ કારણોસર સોશિયલ મીડિયા પર બે ભાગ પડી ગયા છે. કેટલાક લોકોએ આ અનોખી ભક્તિના વખાણ કર્યા છે, તો ઘણા યુઝર્સે ધાર્મિક પ્રતીકોને ફેશન એક્સેસરીઝ તરીકે વાપરવા સામે સખત વાંધો ઉઠાવ્યો છે.
આ પણ વાંચો:
તમિલનાડુ સરકારનો મોટો નિર્ણય: CM વિજયે 14 લાખથી વધુ ખેડૂતોની ₹50,000 સુધીની લોન માફ કરી
👗 સ્કાય બ્લુ લહેંગા અને હેવી જ્વેલરીમાં ‘ગોપી લુક‘
અંજલિના આ કાન્સ લુકની ડિટેલ્સ આ મુજબ છે:
-
આઉટફિટ: તેમણે પોતાના જ ડિઝાઇનર લેબલ ‘ડ્રીમ લેબલ’ નો સ્કાય બ્લુ કલરનો હેવી એમ્બ્રોઇડરી વાળો લહેંગો પહેર્યો હતો, જેના પર સોનેરી દોરાનું બારીક વર્ક અને બુટ્ટી વર્ક હતું.
-
દુપટ્ટા સ્ટાઈલ: લહેંગા સાથે તેમણે મેચિંગ હાફ સ્લીવ બ્લાઉઝ અને નેટનો ભારે બોર્ડરવાળો દુપટ્ટો ઓઢ્યો હતો. સાથે જ લુકમાં ડ્રામા ઉમેરવા સાઇડમાં બીજો એક જાળીદાર દુપટ્ટો પણ ડ્રેપ કર્યો હતો.
-
શણગાર: લુકને કમ્પ્લીટ કરવા માટે તેમણે કુંદન નેકપીસ, મોટા ઝુમકા, માથાપટ્ટી, હાથમાં બંગડીઓ, નથ અને લાંબી ચોટલીમાં મોતી-ગોટાવાળો પરાંદો લગાવ્યો હતો. તેમજ હાથ-પગમાં લાલ આલતા (મેંદી જેવો રંગ) લગાવીને પરંપરાગત લુક આપ્યો હતો.
🤬 યુઝર્સે કાઢ્યા અસંતોષ: “આ સનાતન ધર્મનો પ્રચાર નથી, અપમાન છે”
સોશિયલ મીડિયા પર લોકોએ અંજલિના આ એક્સપ્રિમેન્ટ પર ભારે નારાજગી વ્યક્ત કરી છે:
-
એક યુઝરે લખ્યું: “ભગવાનને ભગવાન જ રહેવા દો, તેમને કમરબંધ કે પર્સ ન બનાવો. આ કોઈ ભક્તિ નથી.”
-
બીજા યુઝરે કમેન્ટ કરી: “પ્રિયલાલ (રાધા-કૃષ્ણ) ને કમરથી નીચે ન ધારણ કરી શકાય. પહેલા આપણી સંસ્કૃતિને સમજો અને પછી વિદેશમાં બતાવો.”
-
પ્રેમાનંદ મહારાજના ભક્તોએ કહ્યું: “મહારાજશ્રીએ પોતાની તસવીર અને માળાની ઝોળીને લઈને કડક નિયમો આપ્યા છે. ગુરુની તસવીર મંદિર માટે હોય છે, ફેશન એલિમેન્ટ તરીકે રસ્તા પર ફેરવવા માટે નહીં.”
🗣️ વિવાદ પર ડિઝાઇનર અંજલિ ફોગાટે શું આપ્યો જવાબ?
ટ્રોલિંગ અને વિરોધ વધતા ડિઝાઇનર અંજલિ ફોગાટે પોતાનો પક્ષ રાખતા સ્પષ્ટતા કરી છે કે, “મેં પ્રેમાનંદ મહારાજ કે રાધા-કૃષ્ણને મારા કપડાંનો હિસ્સો નથી બનાવ્યા. આ ફોટોફ્રેમ મેં મારા ઘરના મંદિર માટે ખાસ બનાવડાવી હતી અને મારા આઉટફિટ પર કોઈ આપત્તિજનક આર્ટવર્ક નથી.” અંજલિના સમર્થનમાં આવેલા લોકોએ પણ કહ્યું કે, “જ્યારે મનમાં સાચી ભક્તિ હોય ત્યારે કોઈને જવાબ આપવાની જરૂર નથી, આ લુક ખૂબ જ સુંદર છે.”
Post Views: 33










