ઓનલાઇન ફાર્મસી (E-pharmacy) અને સરકારની કેટલીક નીતિઓના વિરોધમાં આવતીકાલે, 20 મેના રોજ દેશભરના દવાના વેપારીઓએ ‘ભારત બંધ’નું એલાન આપ્યું છે. ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ (AIOCD) દ્વારા અપાયેલા આ બંધને ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિએશને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. જેને પગલે આવતીકાલે દવાની દુકાનોના શટર બંધ રહેશે.
હડતાળની મુખ્ય વિગતો અને આંકડા
-
ક્યારે: આવતીકાલે, 20 મે (એક દિવસ માટે)
-
ગુજરાતમાં અસર: રાજ્યના અંદાજે 35 હજારથી વધુ કેમિસ્ટો જોડાશે.
-
દેશભરમાં અસર: ભારતભરની અંદાજે 50 લાખ દવાની દુકાનો બંધ રહેશે.
કેમિસ્ટોની મુખ્ય માંગણીઓ અને વિરોધના કારણો
દવાના વેપારીઓ મુખ્યત્વે નીચેના મુદ્દાઓને લઈને સરકાર સામે જંગે ચડ્યા છે:
-
ગેરકાયદે ઈ-ફાર્મસી પર રોક: ઇન્ટરનેટ પર ગેરકાયદેસર રીતે ચાલતી ઓનલાઇન ફાર્મસીઓ સામે કડક પગલાં લેવામાં આવે.
-
સરકારી નોટિફિકેશનનો વિરોધ: સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા વિવાદિત નોટિફિકેશન GSR 817(E) અને GSR 220(E) નો તાત્કાલિક અસરથી વિરોધ કરીને તેને પાછા ખેંચવાની માંગ કરવામાં આવી છે.
-
નકલી દવાઓ સામે ઝુંબેશ: બજારમાં ડુપ્લીકેટ (નકલી) દવાઓ બનાવનાર અને તેનું વેચાણ કરનારા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.
દર્દીઓ માટે ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે
હડતાળ દરમિયાન સામાન્ય જનતાને ભારે હાલાકી ન ભોગવવી પડે તે માટે એસોસિએશન દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
-
કટોકટીના સમયમાં દર્દીઓને તકલીફ ન પડે તે માટે ઇમરજન્સી સેવાઓ માટે સીમિત મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રાખવામાં આવશે.
-
સ્થાનિક સંગઠનોની મંજૂરીથી હોસ્પિટલ કેમ્પસની અંદર આવેલી દવાની દુકાનોને બંધમાંથી મુક્તિ આપવામાં આવી શકે છે. જેથી ઇમરજન્સી સારવાર પ્રભાવિત ન થાય.
Post Views: 0











