આઘાતજનક સમાચાર: કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારના ખાસ મિત્ર અને દિગ્ગજ અભિનેતા દિલીપ રાજનું નિધન

દક્ષિણ ભારતીય સિનેમા અને ખાસ કરીને કન્નડ ફિલ્મ ઉદ્યોગ માટે આજનો દિવસ અત્યંત ભારે સાબિત થયો છે. મનોરંજન જગતના જાણીતા અને લોકપ્રિય કલાકાર દિલીપ રાજ હવે આપણી વચ્ચે નથી રહ્યા. માત્ર 48 વર્ષની વયે હૃદયરોગના હુમલાએ (Heart Attack) તેમની જીવનલીલા સંકેલી લીધી છે, જેના કારણે સમગ્ર ફિલ્મ અને ટેલિવિઝન જગતમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

હોસ્પિટલ પહોંચતા પહેલા જ દમ તોડ્યો

મળતી માહિતી મુજબ, દિલીપ રાજને અચાનક હૃદયમાં દુખાવો ઉપડ્યો હતો. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.પરંતુ તબીબોના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા અને તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમના અકાળે અવસાનના સમાચાર સોશિયલ મીડિયા પર વાયુવેગે ફેલાતા જ તેમના લાખો ચાહકો અને સહ-કલાકારો સ્તબ્ધ થઈ ગયા છે.

આ પણ વાંચો…

સોના-ચાંદીની આયાત પર 15% ઈમ્પોર્ટ ડ્યુટી લાગશે…સરકારે આજથી નવા દરો લાગુ કર્યા

પુનીત રાજકુમાર સાથેની જોડી અને યાદગાર ભૂમિકાઓ

દિલીપ રાજની કારકિર્દીની વાત કરીએ તો, તેઓ બહુમુખી પ્રતિભાના ધણી હતા:

  • તેમણે ‘મિલન’ ફિલ્મમાં દિવંગત સુપરસ્ટાર પુનીત રાજકુમાર સાથે કામ કર્યું હતું, જેમાં તેમના વિલન તરીકેના પાત્રની ભારે પ્રશંસા થઈ હતી.

  • તેમણે ‘યુ-ટર્ન’, ‘ઓર્કેસ્ટ્રા મૈસૂર’, ‘બોયફ્રેન્ડ’ અને ‘લવ મોકટેલ 3’ જેવી હિટ ફિલ્મોમાં પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી હતી.

  • ફિલ્મો ઉપરાંત તેઓ કન્નડ ટીવી જગતનો પણ જાણીતો ચહેરો હતા, જ્યાં તેમણે ‘હિટલર કલ્યાણા’, ‘જનની’, ‘રંગોલી’ અને ‘કુમકુમ ભાગ્ય’ જેવી સુપરહિટ સીરિયલ્સમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી.

સફળ નિર્માતા તરીકેની સફર

અભિનયની સાથે સાથે તેમણે નિર્માણ ક્ષેત્રે પણ ડંકો વગાડ્યો હતો. પોતાના બેનર ડીઆર ક્રિએશન્સ હેઠળ તેમણે ‘પારૂ’ અને ‘કૃષ્ણા રુક્કુ’ જેવી સીરિયલ્સ બનાવીને ટેલિવિઝન જગતમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું હતું.

પીઢ કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ

દિલીપ રાજના નિધન પર પીઢ અભિનેતા ડોડન્નાએ ભારે હૈયે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, “દિલીપ રાજના પિતા અને મારા ભાઈ સાથે ભણતા હતા, દિલીપ અમારા માટે સંતાન સમાન હતો. આ સમાચાર સાંભળીને મારું દિલ દ્રવી ઉઠ્યું છે”. હાલમાં સોશિયલ મીડિયા પર દિલીપ રાજને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ્સનો પૂર આવ્યો છે. ચાહકો પોતાના પ્રિય કલાકારની આકસ્મિક વિદાયથી અત્યંત દુઃખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE