BCCI ચૂંટણી પહેલાં BCAને મોટો ઝટકો, પ્રણવ અમીનનો મતાધિકાર રદ્દ

BCCIની આગામી ચૂંટણી પહેલાં બરોડા ક્રિકેટ એસોસિએશનને મોટો ઝટકો લાગ્યો છે. BCAના પ્રતિનિધિ પ્રણવ અમીનનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે. પૂર્વ મેનેજિંગ કમિટી સભ્ય કલ્પેશ પરમારે કરેલી વાંધા અરજીને ચૂંટણી અધિકારીએ મંજૂર કરતાં આ નિર્ણય લેવાયો છે.

કામચલાઉ બોર્ડની સત્તા મુદ્દે વાંધો

કલ્પેશ પરમારે પ્રણવ અમીનને BCAના પ્રતિનિધિ તરીકે BCCI ચૂંટણીમાં મતદાનનો અધિકાર આપવા સામે વાંધો ઉઠાવ્યો હતો. રજૂઆતમાં કામચલાઉ વહીવટી વ્યવસ્થાને નીતિગત નિર્ણય લેવાની સત્તા ન હોવાના નિયમનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ચૂંટણી અધિકારીની તપાસ બાદ વાંધો ગ્રાહ્ય રાખવામાં આવ્યો છે.

18 સપ્ટેમ્બરે BCCIની ચૂંટણી

BCCIની ચૂંટણી 18 સપ્ટેમ્બરે યોજાવાની છે. ચૂંટણી પહેલાં જ BCAના પ્રતિનિધિનો મતાધિકાર રદ્દ થતાં હવે બરોડાનું પ્રતિનિધિત્વ કોણ કરશે તે મુદ્દો મહત્વનો બન્યો છે.

આ નિર્ણય બાદ BCAની આંતરિક વ્યવસ્થા અને આગામી ચૂંટણી પ્રક્રિયાને લઈને ક્રિકેટ વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. હવે BCA તરફથી આ મામલે શું પગલું લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE