થાનગઢમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, રૂ.71,400નો મુદ્દામાલ જપ્ત

થાનગઢ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ચાંદ્રેલીયા ગામની સીમમાં વેલાળા-સોનગઢ તરફ જતા કાચા રસ્તે વોંકળાના કાંઠે ચાલુ દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, દરોડા દરમિયાન સુરેશભાઈ નરશીભાઈ કોળી, રહે. નળખંભા, તા. થાનગઢ, જિ. સુરેન્દ્રનગરની ભઠ્ઠી પરથી દેશી દારૂ તથા દારૂ બનાવવાનો સામાન મળી આવ્યો હતો.

પોલીસે સ્થળ પરથી 260 લીટર દેશી દારૂ, કિંમત રૂ.52,000, તેમજ 700 લીટર ઠંડો આથો, કિંમત રૂ.17,500 અને દેશી દારૂ બનાવવાના અન્ય સાધનો સહિત કુલ રૂ.71,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દરોડા દરમિયાન આરોપી સુરેશભાઈ કોળી હાજર મળી આવ્યો ન હતો. સમગ્ર મામલે થાનગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા સહિતની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE