રાજકોટ: રાજકોટ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. ગોંડલની 3 માસની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હાલ તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
બાળકીનો શ્રમિક પરિવાર 15 દિવસ પહેલાં મધ્યપ્રદેશથી ગુજરાત આવ્યો હતો. તબિયત બગડતાં 19 જુલાઈએ તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત મેટોડાના 10 વર્ષના અને ખીરસરાના 6 વર્ષના બાળકમાં પણ ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળતાં તેમના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
પ્રથમ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. સંભવિત સંક્રમણને રોકવા માટે સર્વેલન્સ, સંપર્કમાં આવેલા લોકોની તપાસ અને જરૂરી આરોગ્ય પગલાં શરૂ કરવામાં આવ્યા છે.
Post Views: 0










