એસઓજીએ 2,520 બોટલ અને વાહન સહિત રૂ. 5.03 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
રાજકોટ: રાજકોટ ગ્રામ્ય એસઓજીએ ઉપલેટામાં મોટી કાર્યવાહી કરીને આયુર્વેદિક સિરપના નામે વેચાણ માટે રાખવામાં આવેલ નશાકારક પ્રવાહીની 2,520 બોટલો ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી છે.
ખાનગી બાતમીના આધારે એસઓજીની ટીમે ઉપલેટાના દિવ્યેશભાઈ માલદેવભાઈ કનારાના ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ‘ગ્રીન એનર્જી અશ્વ – સેફ ઇફેક્ટિવ હર્બલ ટોનિક’ નામની નશાકારક પ્રવાહીની બોટલો કોઈપણ બિલ કે આધાર-પુરાવા વગર મળી આવી હતી.
પોલીસે અંદાજે રૂ. 4.03 લાખની 2,520 બોટલો તેમજ રૂ. 1 લાખનું ટાટા ‘છોટા હાથી’ વાહન મળી કુલ રૂ. 5.03 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર કાર્યવાહી રાજકોટ ગ્રામ્ય એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જી.જે. ઝાલા અને તેમની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.
Post Views: 0











