અગમ્ય કારણોસર ગજરાજનું નિધન; દફનવિધિ કરવામાં આવી, ઘટનાની તપાસ શરૂ
લીમડી: લીમડી શહેરમાં રથયાત્રામાં જોડાવા માટે લાવવામાં આવેલા ‘લક્ષ્મી’ નામના ગજરાજનું અગમ્ય કારણોસર મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, રથયાત્રામાં સામેલ થવા માટે લાવવામાં આવેલા ગજરાજનું રથયાત્રા શરૂ થાય તે પહેલાં વહેલી સવારે જ અચાનક નિધન થયું હતું. ઘટનાના ચોક્કસ કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી.
આ દુઃખદ ઘટનાથી રથયાત્રાના આયોજકો, મહાવત તેમજ ભાવિકોમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર સ્થળ પર પહોંચ્યું હતું અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
ગજરાજના મોત બાદ જરૂરી ધાર્મિક વિધિ અનુસાર તેની દફનવિધિ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
Post Views: 0










