મહીસાગર પોલીસની મોટી સફળતા: 3 જિલ્લાના ગુનાઓમાં નાસતો-ફરતો આરોપી લુણાવાડા બસ સ્ટેશનથી ઝડપાયો!

મહીસાગર તથા પંચમહાલ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના કુલ 3 ગુનાઓમાં લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામાં મહીસાગર એલ.સી.બી (LCB) ટીમને મોટી સફળતા મળી છે.

પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે એક સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત, મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. ખાંટની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના માણસોની અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી હતી.

આ દરમિયાન એલ.સી.બીના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ (અ.હે.કો.) ધર્મેશભાઇ રમણભાઈને એક ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને લુણાવાડા બસ સ્ટેશન ખાતેથી આરોપી અકીબ જાવેદ રફિક મિસ્ત્રી (રહે. 8/806 એ.બી., ગોધરા ઓડા સિવિલ લાઇન્સ રોડ, તા. ગોધરા, જિ. પંચમહાલ) ને ઝડપી લીધો હતો.

પકડાયેલ આરોપી નીચે મુજબના 3 ગંભીર ગુનાઓમાં નાસતો-ફરતો હતો:

  1. લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 97-2026

  2. ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 663-2025

  3. ગોધરા शहर બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 717-2025

ઉપરોક્ત તમામ ગુનાઓ ‘ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ’ (Gujarat Animal Preservation Act) હેઠળ નોંધાયેલા હતા. હાલમાં મહીસાગર એલ.સી.બી દ્વારા આરોપીને કસ્ટડીમાં લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટર :આસીફ, લુણાવાડાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના એસ્ટેટ અને ટી.ડી.ઓ. વિભાગમાં વિવિધ જગ્યાઓ માટે અગાઉ લેવાયેલી લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રના ગુણાંકમાં વિસંગતતા સામે આવ્યા બાદ રદ કરીને ફરી પરીક્ષા લેવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

READ MORE

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના એસ્ટેટ અને ટી.ડી.ઓ. વિભાગમાં વિવિધ જગ્યાઓ માટે અગાઉ લેવાયેલી લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રના ગુણાંકમાં વિસંગતતા સામે આવ્યા બાદ રદ કરીને ફરી પરીક્ષા લેવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.